Western Times News

Gujarati News

બેન્ક ગ્રાહકની એજન્ટ, સમયસર ચેક પ્રોસેસ કરવો તેની ફરજ: સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક બુધવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે બેન્કો તેમના ગ્રાહકો માટે એજન્ટ તરીકે કામ કરે છે અને તેમની કાનૂની ફરજ છે કે ચેક તેનો સમયગાળો પૂરો થાય તે પહેલાં યોગ્ય કાળજી રાખીને તેને રજૂ કરે.

જો બેન્ક પ્રોસેસિંગ માટે નિર્ધારિત મુદતમાં ચેક રજૂ ન કરે તો તે બેન્કની બેદરકારી છે અને બેન્કિંગ સેવા ખામી છે. ન્યાયાધીશ બી વી નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની બનેલી ખંડપીઠે કેનેરા બેન્કને નિર્ધારિત અવધિમાં ચેક રજૂ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સેવામાં ખામીની દોષિત ઠેરવી હતી, પરંતુ વળતરની રકમમાં ઘટાડો કર્યાે હતો.

૫૭ પેજના ચુકાદામાં જસ્ટિસ ભુયાને જણાવ્યું હતું કે કલેક્શન માટે ચેક પ્રાપ્ત કરતી બેન્ક ગ્રાહકના એજન્ટ તરીકે કાર્ય કરે છે અને નિર્ધારિત સમયગાળામાં આ ઇન્સ્ટ્‌›મેન્ટ રજૂ કરવાની તેની જવાબદારી છે. જો યોગ્ય કારણ વગર ચેક સ્ટેલ થઈ જાય, તો તે બેન્કિંગ સેવામાં બેદરકારી ગણાય છે.

આ ખામી ગ્રાહક સુરક્ષા કાયદાના અર્થમાં સેવા પૂરી પાડવામાં ખામી ગણાય છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના ચુકાદા સામે કેનેરા બેન્કે કરેલી અપીલ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ગ્રાહક પંચે બેન્કના ગ્રાહક કવિતા ચૌધરીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.૨૯ મે ૨૦૧૮એ કવિતા અને પ્રિયા ચૌધરીએ તેમના કેનેરા બેન્ક ખાતામાં આશરે રૂ.૧.૦૬ કરોડના બે ચેક જમા કરાવ્યાં હતાં.

મેસર્સ એસોટેક લિમિટેડ દ્વારા જારી કરાયેલા ચેકની તારીખ ૩ માર્ચ, ૨૦૧૮ હતી, એટલે કે તે ૨ જૂન, ૨૦૧૮ના એક્સ્પાયર થતાં હતાં. ૨૯મેએ ચેક જમા કર્યા પછી ૩૦મે અને ૩૧મેના રોજ દેશવ્યાપી બેંક હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું.બેન્કને હડતાલનું કારણ આપ્યું હતું. જોકે ચુકાદામાં જણાવાયું હતું કે બેન્ક ૧ જૂન અથવા ૨ જૂને પણ ચેક ફરી રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.