પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારનારા ચાંગોદરની મહિલા PSIની મુશ્કેલી વધી
(એજન્સી)અમદાવાદ, એક દિવસ પહેલા સામાન્ય વાતમાં પોલીસ સ્ટેશનમાં જઈને પ્રજ્ઞાચક્ષુ આધેડને બેરહેમીથી માર મારનાર ચાંગોદરની મહિલા પીએસઆઈ સામે પીડિત દ્વારા અત્યારે હાલ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.
યુનિવર્સિટીની પોલીસ ત્યાં પીડિત ના ઘરે પહોંચી છે. યુનિવર્સિટી પોલીસના પી.આઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી રહી છે. એક દિવસ પહેલા પડીકું તોડનારા બાળકને સામાન્ય ટપલી મારનારા એક પ્રજ્ઞાચક્ષુ આધેડને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી પીએસઆઈ સોનલ રાઠોડે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર માર્યો.
જેમાં પીડિત વ્યક્તિને આંખમાં ગંભીર રીતે મારતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. જેના બીજા દિવસે મહિલા પીએસઆઈૈંએ આ બાબત મીડિયામાં પ્રકાશિત થયા બાદ ભીનું સંકેલવા અને રેલો આવતા સમાધાન કરવા માટે ધમપછાડા કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને ૨૪ કલાકથી વધુ સમય થયો છતાં પીડિત પ્રજ્ઞાચક્ષુની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી નહોતી.
પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ એક દિવસ પહેલા તેમના ગલ્લે એક બાળકે પેકેટ તોડી રહ્યો હોવાની આશંકા રાખીને ટપલી મારી હોવાથી તેમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ૭ કલાકથી વધુ સમય બેસાડી રાખવામાં આવ્યા હતા. આ પછી પોલીસ સ્ટેશનમાં જ આ અરજી અંગે સમાધાન કરવા બાળકની માતા પોલીસ સ્ટેશન આવી રહી હોવાનું કહીને રાહ જોવડાવવામાં આવી હતી.
