Western Times News

Gujarati News

બોપલ BRTS રૂટ પર કાર્યવાહી દરમ્યાન ૧૮ વાહનોને લોક મરાયા

થલતેજમાં ૪પ૦ ચો.મી. સરકારી જમીન મુકત કરાવી, નિયમોના ભંગ બદલ બિલ્ડર દંડાયો

(એજન્સી)અમદાવાદ, ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા વિવિધ વોર્ડોમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં થલતેજના ટી.પી. સ્કીમ નં.ર બોપલના ફાઈનલ પ્લોટ નં.૧૭૪માં આવેલી સરકારી જમીન પર બનેલું ગોડાઉન દુર કરવામાં આવ્યું હતું.

આશરે ૭,૦૦૦ ચોરસ મીટરના પ્લોટમાંથી ૪પ૦ ચોરસ મીટર જેટલી જમીન દબાણયુકત કરાઈ છે. જેની સાથે જ ચાંદલોડીયામાં એક ચાલુ બાંધકામ પ્રોજેકટમાં ગ્રીન નેટ પર બાંધવા અને જાહેર માર્ગ પર બાંધકામ સામગ્રી મુકીને દબાણ કરવાના મુદે કાર્યવાહી કરાઈ હતી. અગાઉ આપવામાં આવેલી નોટીસના અનુસંધાને બિલ્ડર પાસેથી રૂ.૧.રપ,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

આ સાથે જ જાહેર માર્ગોપર ગેરકાયદે પાર્કીગ સામે પણ વિશેષ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ડમરુ સર્કલ કારગીલ પેટ્રોલ પંપ માર્ગ હાઈકોર્ટ ગોતા ચાર રસ્તા કોરીડોર પકવાન ચાર રસ્તા જજીસ બંગલો માર્ગ માનસી સર્કલ વસ્ત્રાપુર, તળાવ વિસ્તાર અને બોપલ બીઆરટીએસ રૂટ પર કાર્યવાહી દરમ્યાન ૧૮ વાહનોને લોક મરાયા હતા.

વાહનચાલકોને મંજુર પાર્કીગ સ્થળોમાં જ વાહનો પાર્ક કરવા સુચના અપાઈ હતી. રસ્તા ફુટપાથ પરના દબાણો દુર કરવાની કામગીરી દરમ્યાન ૩ છતવાળી લારીઓ૪ સાદી લારીઓ કાઉન્ટર-૭ પ્લાસ્ટીક સ્કુલ ૪ ટેબલ, પ લોખંડની એગલ-લાકડાની વળીઓ ૩ તાડપત્રી ૭ જાહેરાત બોર્ડ ૯ બેનર પતાકા ૩. ખુરશી સહીત અન્ય સામાન જપ્ત કરીને ગોડાઉનમાં જમા કરાયો હતો. આ કાર્યવાહી બદલ રૂ.૧૪,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલાયો હતો. ઝુંબેશ દરમ્યાન કુલ રૂ.૧,૩૯,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.