Western Times News

Gujarati News

ગુજરાતમાં ચોમાસા પૂર્વે બચાવ કામગીરી માટે NDRFની ૧૪ અને SDRFની ૨૨ ટીમો તૈયાર

ચોમાસા પૂર્વે ગુજરાત એલર્ટ: ઝીરો કેઝ્યુઆલિટીના લક્ષ્ય સાથે વહીવટીતંત્ર સજ્જ: મુખ્ય સચિવ 

સંબંધિત વિભાગો-કેન્દ્રીય સુરક્ષા દળોએ ચોમાસાની પૂર્વ તૈયારી સંદર્ભે ડિઝાસ્ટર મેનેજમેન્ટપ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા

ગાંધીનગર, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસની અધ્યક્ષતામાં 03-06-2026ના રોજ ગાંધીનગર ખાતે આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઉચ્ચ સનદી અધિકારીઓપોલીસ મહાનિર્દેશકમુખ્ય વન સંરક્ષક સહિત વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 ગુજરાતમાં વહીવટી-તંત્ર ચોમાસા પૂર્વે ઝીરો કેઝ્યુઆલિટીના લક્ષ્ય સાથે સજ્જ છેતેમ મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે જણાવ્યું હતું. મુખ્ય સચિવશ્રીએ રાજ્યમાં ચોમાસાના આગમનની સંભાવનાને ધ્યાને રાખીને તમામ વિભાગોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અસરકારક અમલીકરણ માટે તાકીદ કરી હતી.

તેમણે ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં રાજ્યના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે જરૂરી ચીજ-વસ્તુઓદવાઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. મુખ્ય સચિવશ્રીએ ચોમાસાના આગમન પૂર્વે રાજ્યજિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ તાત્કાલિક અસરથી શરૂ કરવાની સૂચના પણ આપી હતી.

 મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે જણાવ્યું હતું કેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ચોમાસા દરમિયાન રાજ્યમાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ રહે. રાજ્યના નાગરિકોને હાલાકી ન પડે તે સંદર્ભે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેતા રોડ-રસ્તા અને ગટરના કામો ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે રાજ્યમાં ભારે વાહનોની વધુ અવરજવર હોય તેવા રસ્તા અને બ્રિજનું અત્યારથી જ જરૂરી સમારકામ પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. 

 વધુમાં તેમણે ઉમેર્યું કેપ્રથમ વરસાદ અને વાવાઝોડા દરમિયાન ઝાડ પડવાની ઘટનાઓ રોકવા માટે વન વિભાગે સ્થાનિક તંત્ર સાથે મળીને અત્યારથી જ વૃક્ષોનું ટ્રિમિંગ કરી લેવુંજેથી ટ્રાફિક જામ અને જાનહાનિ ટાળી શકાય. સરદાર સરોવર અને ઉકાઈ સહિતના મોટા ડેમોમાં પાણીની આવક અને સ્થિતિ પર પર નજર રાખવા મુખ્ય સચિવશ્રીએ સૂચના આપી હતી.

 આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિએ જણાવ્યું હતું કેચોમાસા દરમિયાન ભારે વરસાદ દરમિયાન બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની ૧૪ અને SDRFની ૨૨ ટીમો તહેનાત કરવામાં આવશે. આ તમામ ટીમો પૂરતી બોટલાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશન સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી સજ્જ હશે. સ્ટેટ મોન્સુન ડિઝાસ્ટર પ્લાન મુજબ દરેક વિભાગના સંબંધિત અધિકારીઓએ જિલ્લા સાથે સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશેતેમ શ્રી રવિએ ઉમેર્યું હતું.

 આ બેઠકમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCના સંકલન સાથે રાજ્યના મહત્વના વિભાગો જેવા કે હવામાનકેન્દ્રીય સુરક્ષા દળોશહેરી વિકાસઆરોગ્યમાર્ગ અને મકાનપુરવઠા વગેરે દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા.

 આ બેઠકમાં રાજ્ય સરકાર તેમ જ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓએ હાજરી આપી હતી.  બેઠકમાં લશ્કરી દળોના અધિકારીઓ, BSF, કૉસ્ટગાર્ડ, CRPF, CWC, RAF, રેલવે, BSNL, દૂરદર્શનઇસરો અને ઓલ ઈન્ડિયા રેડિયો સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.