Western Times News

Gujarati News

શ્રદ્ધા કપૂરની ‘ઇથા’ અને સિદ્ધાર્થની ‘વિવાન’ વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે

બંને ફિલ્મ ૨૮ ઓગસ્ટે રિલીઝ થશે

બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે અને આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનની રજાઓ દરમિયાન રિલીઝ થશે

મુંબઈ, છાવાની સફળતા પછી પ્રોડ્યુસર અને ડિરેક્ટર જોડી દિનેજ વિજાન અને લક્ષ્મણ ઉટેકર ફરી ‘ઇથા’માં સાથે કામ કરી રહ્યા છે. આ બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે અને આ ફિલ્મ ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનની રજાઓ દરમિયાન રિલીઝ થશે. શ્રદ્ધા કપૂર એક મરાઠી લોકકલાકાર અને લાવણી નૃત્યાંગના વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરને જીવંત કરવાની છે એ વાતથી જ આ ફિલ્મ અંગે ઘણી ઉત્સુકતા છે અને ફિલ્મ અંગે સતત ચર્ચા ચાલ્યા કરે છે.

આ ફિલ્મમાં શ્રદ્ધા સાથે રણદીપ હુડા અને ઝાશાન અયુબ પણ મહત્વના રોલમાં જોવા મળશે. શ્રધ્ધા પહેલી વખત લક્ષ્મણ ઉટેકર સાથે કામ કરી રહી છે. પરંતુ બંને મેડોક સાથે પહેલાં કામ કરી ચુક્યા છે. શ્રદ્ધાએ આ પહેલાં મોડેક માટે સ્ત્રી ળેન્ચાઇઝીની ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ આ ફિલ્મનો રોલ તેના માટે અલગ અને પડકારરૂપ રહ્યો છે. દિનેશ વિજાન અને લક્ષ્મણ ઉટેકર આ પહેલાં લુકા છુપી, મિમિ, ઝરા હટકે ઝરા બચકે અને છાવા જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. ઇથાનું સંગીત અજય અતુલ દ્વારા આપવામાં આવ્યું છે, તેના કારણે પણ આ ફિલ્મ વિશે ઘણી ઉત્સુકતા છે.

મહત્વની વાત એ છે કે ૨૮ ઓગસ્ટે જ સિદ્ધાર્થ મલ્હાત્રાની વીવાન પણ રિલીઝ થઈ રહી છે, આ એક જંગલ એડવેન્ચર ફિલ્મ છે, જેમાં તેની સાથે તમન્ના ભાટીયા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ બાલાજી ટેલિફિલ્મ્સ અને ટીવીએફ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. તો જંગલ એડવેન્ચર ફિલ્મ અને મરાઠી લોકકલાકારની આત્મકથાત્મક ફિલમમાંથી કોણ આ બોક્સ ઓફિસ ટક્કર જીતશે, તે રસપ્રદ રહેશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.