મહાન ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક કરશે અભિનેત્રી રશ્મિકા મંદાના?
ફિલ્મનું નિર્દેશન ગૌતમ તિન્નાનુરી કરશે
રશ્મિકા મંદાના આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કોકટેલ ૨’ ને લઈને પણ ચર્ચામાં છે
મુંબઈ, કર્ણાટક સંગીતનાં મહાન ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીના જીવન પર એક બાયોપિક ફિલ્મ બનવા જઈ રહી છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે, તેને લઈને અત્યારે અલગ-અલગ માહિતી સામે આવી રહી છે.‘૧૨૩ તેલુગુ’ ના જણાવ્યાં અનુસાર, રશ્મિકા મંદાનાને એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક માટે પસંદ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ આ રોલ માટે તેમના ઘરે એક લુક ટેસ્ટ પણ લેવામાં આવ્યો છે.
જો કે, થોડા સમય પહેલાં એવી માહિતી આવી હતી કે રશ્મિકા કે સાઈ પલ્લવીની જગ્યાએ કમિણી વસંતને આ રોલ માટે સાઈન કરવામાં આવી છે. પરંતુ સૌથી પહેલાં એવી ચર્ચા હતી કે સાઈ પલ્લવી આ પાત્ર ભજવશે અને તેમણે આ માટે કર્ણાટક સંગીત શીખવાનું પણ શરૂ કરી દીધું હતું. જો કે, ફિલ્મ મેકર્સ તરફથી હજુ સુધી કોઈ પણ નામ પર સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક પર બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન ગૌતમ તિન્નાનુરી કરશે. ગૌતમ તિન્નાનુરીને સુપરહિટ ફિલ્મ ‘જર્સી’ બનાવવા માટે ઓળખવામાં આવે છે.
રશ્મિકા મંદાના આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કોકટેલ ૨’ ને લઈને પણ ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. આ માટે રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોતાનાં ફેન્સનો આભાર પણ માન્યો હતો. ફિલ્મ ‘કોકટેલ ૨’, ૧૯ જૂન ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.ss1
