વડોદરામાં રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાતા 6 ના મોત
વડોદરામાં ભયાનક અકસ્માત
ગંભીર અકસ્માતને પગલે પોલીસ, ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી
રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 6 લોકોના દર્દનાક મોત
વડોદરા,વડોદરામાં ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં કોટંબી સ્ટેડિયમ નજીક રાજસ્થાનથી સુરત જતી લકઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ૫ લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. જ્યારે ૨૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. ગંભીર અકસ્માતને પગલે પોલીસ, ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની પ્રાથમિક વિગતો મુજબ, રાજસ્થાના બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ પરોઢિયે ચારેક વાગે વડોદરા હાલોલ રોડ ઉપર કોટંબી સ્ટેડિયમ પાસે ઉભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ગ્રામજનો તેમજ વાહન ચાલકો દોડી આવ્યા હતા. બનાવને પગલે ચારથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. દુર્ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની પાણીગેટ તેમજ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમો દોડી આવી હતી, જ્યારે એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ફાયર બ્રિગેડ દ્વારા જેસીબીની મદદથી બંને વાહનોને છૂટા કરવામાં આવ્યા હતા. તો બીજી ટીમો દ્વારા બસના પતરા કાપીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં પાંચ મુસાફરના મોત નીપજ્યા છે. જ્યારે ૨૬ જેટલા મુસાફરોને ઈજાઓ થતાં તેમને સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 6 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવને સ્થળે દોડી આવેલી પોલીસ દ્વારા ટ્રાફિકની સાથે સાથે બનાવને લગતી કાર્યવાહી કરવામાં આવી રહી છે.ss1
