Western Times News

Gujarati News

કંગનાની ફિલ્મે પહેલાં વીકમાં પાંચ કરોડ રળ્યા

સતત ફલોપ ફિલ્મો આપી રહેલી કંગના હવે ક્વિન ટુ સફળ બનાવવા આકાશપાતાળ એક કરશે

અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ ભારત ભાગ્ય વિધાતા ફલોપ

મુંબઈ,‘ક્વિન’ નામની સોલો હીટ આપી હિન્દી ફિલ્મ જગતમાં પોતાનું સ્થાન જમાવનારી હિરોઇન કંગના રનૌત હવે તેની ડૂબતી કારકિર્દીને બચાવવા ફરી ‘ક્વિન ટુ’ના શરણે જવું પડે તેવા સંજોગો નિર્માણ થયા છે. કંગના રનૌતે જેના પર મોટો મદાર રાખ્યો હતો તે ‘ભારત ભાગ્ય વિધાતા’ ફિલ્મ એક અઠવાડિયામાં ગણીને પાંચ કરોડ રૂપિયાનો જ વકરો કરી શકી હોઇ તે મોટી ફલોપ પુરવાર થઇ રહી છે. ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરાવવામાં આવી હોવા છતાં તે દર્શકોમાં લોકપ્રિય બની શકી નથી.

મુંબઇમાં ૨૬-૧૧ના થયેલાં આતંકી હુમલાની પશ્ચાદભૂમાં આકાર લેતી ફિલ્મમાં હોસ્પિટલના કર્મચારીઓ કેવી રીતે દર્દીઓનું રક્ષણ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંગનાની છેલ્લી હીટ ફિલ્મ એક દાયકા અગાઉ આવેલી ‘તનુ વેડ્‌સ મનુ’ હતી. જો કે કંગનાની આ છેલ્લી ફિલ્મે ‘મણિકર્ણિકા ઃ ધ ક્વિન ઓફ ઝાંસી’ કરતાં સારો બિઝનેસ કર્યાે છે. કંગનાની ૨૦૨૫માં આવેલી ‘ઇમરજન્સી’માં તેણે ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી.

તેણે આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન બંને કર્યા હતા પણ આ ફિલ્મ પણ હીટ નીવડી નહોતી. હવે કંગનાનો બધો આધાર ‘ક્વિન ટુ’ અને ‘સર્કલ’ નામની ફિલ્મો પર રહેલો છે. હાલ જે રીતે કંગનાની એક પછી એક ફિલ્મો ફલોપ જઇ રહી છે ત્યારે આ ફિલ્મોને કેવી સફળતા મળે છે તેના પર કંગનાની કારકિર્દીનો આધાર રહેલો છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.