Western Times News

Gujarati News

પ્રિયંકા-આલિયાને પછાડી,નોરા ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ એક્ટ્રેસ બની

નોરા સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી બોલિવૂડ હસ્તી બની

ડાન્સર નોરા ફતેહીનો ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ પરફોર્મન્સ બાદ દબદબો

મુંબઈ, ગૂગલ પર આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ હસ્તી તરીકે પ્રિયંકા ચોપરા કે આલિયા ભટ્ટનું નામ નહીં, પરંતુ એક ખ્યાતનામ ડાન્સરનું નામ સામે આવ્યું છે. હા, અમે વાત કરી રહ્યા છીએ નોરા ફતેહીની, જેણે ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના ઓપનિંગ સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે.બોલિવૂડની જાણીતી ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી આજે માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ ગઈ છે. પોતાના ગ્લેમરસ ડાન્સ અને આગવી સ્ટાઈલને કારણે નોરા હંમેશા ચર્ચામાં રહે છે. આ વચ્ચે તેણે વધુ એક સફળતા હાંસલ કરી છે.

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી બોલિવૂડ સ્ટાર હવે નોરા બની ગઈ છે. નોંધનીય છે કે, નોરાએ ૧૨ જૂને ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ માં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું, ત્યારથી લોકો ઇન્ટરનેટ પર તેના ગીતો, ફિલ્મો અને અંગત જીવન વિશે જાણવા માટે આતુર છે. નોરા ફતેહીની લોકપ્રિયતા માત્ર બોલિવૂડ સુધી સીમિત નથી. ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ માં તેના શાનદાર પ્રદર્શન બાદ તેણે વિશ્વભરના દર્શકોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ સુધી તમામ જગ્યાએ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેના કારણે તે અત્યારે સૌથી વધુ ચર્ચામાં રહેલા સિતારાઓમાંથી એક બની ગઈ છે.

ગૂગલ ટ્રેન્ડ્‌સના આંકડા મુજબ, નોરા સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી બોલિવૂડ હસ્તી બની છે. આ સિદ્ધિ હાંસલ કરી તેણે પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ જેવી મોટી એક્ટ્રેસને પણ પાછળ છોડી દીધી છે. દુનિયાભરના લોકો નોરા વિશે વધુ જાણવા માટે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે, જે તેની વૈશ્વિક લોકપ્રિયતાનો પુરાવો છે. અહેવાલો અનુસાર, ૧૨ જૂન ૨૦૨૬ ના રોજ ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના ઉદ્ઘાટન સમારોહમાં નોરા ફતેહીના પરફોર્મન્સ બાદ તેની લોકપ્રિયતામાં અચાનક ભારે ઉછાળો જોવા મળ્યો છે.

તેના પ્રદર્શનના વીડિયો અને તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ચાહકોએ તેના પરફોર્મન્સના વિડીયો શેર કર્યા અને કોમેન્ટ્‌સ પર રિએક્શન પણ આપ્યા હતા. આ મોટી સફળતા બાદ નોરાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ પણ શેર કરી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.