Western Times News

Gujarati News

‘કોકટેલ ૨’માં કૃતિ સેનનના એવા સીન કે મચ્યો હોબાળો, લોકોએ ઉઠાવ્યા સવાલ!

કોકટેલ ૨ સિનેમાઘરોમાં રિલિઝ થઈ

અનેક યુઝર્સે ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક કેમેરા એંગલ અને શોટ્‌સ પર સવાલ ઉઠાવ્યા

મુંબઈ, શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર ‘કોકટેલ ૨’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને દર્શકો અને વિવેચકો (ક્રિટિક્સ) તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક અલગ જ ચર્ચા છેડાઈ ગઈ છે. ફિલ્મમાં કૃતિ સેનનના કેટલાક ગ્લેમરસ અને ક્લોઝઅપ સીન્સને લઈને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે જો ‘પેદ્દી’માં જાહ્નવી કપૂરના કેટલાક શોટ્‌સને લઈને આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી, તો ‘કોકટેલ ૨’ના કેટલાક સીન્સ પર પણ સમાન દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ.

આ કારણે ફિલ્મ રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર ઓબ્જેક્ટિફિકેશન (વસ્તુ તરીકે રજૂ કરવા) અને પ્રેઝન્ટેશનને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે.‘કોકટેલ ૨’ રિલીઝ થયા બાદ એક્સ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર્શકોએ કૃતિ સેનનના કેટલાક સીન્સને લઈને પોતાનો અભિપ્રાય રજૂ કર્યાે. અનેક યુઝર્સે ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક કેમેરા એંગલ અને શોટ્‌સ પર સવાલ ઉઠાવ્યા. ખાસ કરીને અભિનેત્રીના ક્લોઝઅપ બિકીની શોટ્‌સને લઈને લોકો આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે ફિલ્મના કેટલાક ભાગોમાં પાત્રને રજૂ કરવાની રીત ચર્ચાનો વિષય બની શકે છે, જ્યારે અન્ય દર્શકોએ તેને વાર્તા અને પાત્રની જરૂરિયાત ગણાવી હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.