Western Times News

Gujarati News

બીજાં લગ્નના છ મહિના બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો

આગામી ડિસે.માં બાળકને જન્મ આપે તેવી શક્યતા

સામંથાએ ૨૦૨૧માં નાગા ચૈતન્યને છુટાછેડા આપ્યા બાદ ગત ડિસેમ્બરમાં ફિલ્મ સર્જક રાજ નિદિમોરુ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં

મુંબઈ, સામંથા રુથ પ્રભુ હાલ પ્રેગનન્ટ હોવાની ચર્ચા છે. એક દાવા મુજબ સામંથા પોતાની પ્રેગનન્સીના પ્રથમ ત્રિમાસીકમાં છે. ફિલ્મ સર્જક રાજ નિદિમોરુ સાથે બીજાં લગ્ન કર્યા બાદ હવે તે માતૃત્વને પંથે છે. તેમનું બાળક ડિસેમ્બર ૨૦૨૬માં જન્મે તેવી સંભાવના છે.જોકે, રાજ અને સામંથા બંનેમાંથી કોઈએ આ સમાચારની પુષ્ટી ન કરી હોવા છતાં સામંથાની તાજેતરના જાહેર હાજરીઓ અને વાયરલ વીડિયોમાં સામંથાના ચહેરાની ચમક તેમજ સ્પષ્ટ રૂપે દેખાઈ રહેલા બેબી બમ્પની નોંધ તેના ચાહકોએ લીધી છે.

સામંથાએ ૨૦૨૧માં નાગા ચૈતન્યને છુટાછેડા આપ્યા બાદ ગત ડિસેમ્બરમાં ફિલ્મ સર્જક રાજ નિદિમોરુ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. ઉલ્લેખેનીય છે કે હાલમાં સામંથાની નવી ફિલ્મ તેલુગુ રિલીઝ ‘મા ઈન્તી બંગારામ‘ ૧૮ જૂને થિયેટરોમાં રજૂ થઈ ગઈ છે. ફિલ્મમાં સામંથાની સાથે ગુલશન દેવૈયા અને દિગાન્થ મનચલે પણ છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.