સલમાનની ફરહાન સાથેની ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરા ડિરેક્ટ કરશે
રાજ એન્ડ ડિકેની ફિલ્મ પછી સલમાન આ પીરિયડ ફિલ્મ કરશે
સલમાન ખાન હાલમાં એક મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મ માટે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે મહત્વના તબક્કાની ચર્ચાઓ કરી રહ્યા છે
મુંબઈ, સલમાન ખાન આગામી વર્ષાેમાં મોટા અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ તરફ ગળ વધી રહ્યો છે. તાજેતરમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તે પહેલી વખત એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ સાથે એક ભવ્ય પિરિયડ ફિલ્મ માટે હાથ મિલાવવા જઈ રહ્યો છે. હવે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અહેવાલોમાં તથ્ય હોવાનું સામે આવ્યું છે.માહિતી મુજબ, સલમાન ખાન હાલમાં એક મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મ માટે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે મહત્વના તબક્કાની ચર્ચાઓ કરી રહ્યા છે.
આ ફિલ્મનું ડિરેક્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મહેરા કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાને ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી છે અને તેમાંનાં પોતાના પાત્રથી ખૂબ પ્રભાવિત થયો છે. અહેવાલ મુજબ તે ભારતીય ઇતિહાસના સૌથી લોકપ્રિય યોદ્ધાઓમાંના એકનું પાત્ર ભજવશે. આ ભૂમિકા માટે તે પોતાનાં દેખાવ અને બાડી સ્ટ્રક્ચરમાં પણ મોટો ફેરફાર કરશે. સુત્રે જણાવ્યું હતું, “સલમાનને લાગે છે કે રાકેશ ઓમપ્રકાશ મહેરાની આ ફિલ્મ તેની મોટી સ્ટાર ઇમેજ અને સ્ક્રીન પ્રેઝન્સને સંપૂર્ણ ન્યાય આપશે. તેનાં પાત્રમાં ભાવનાત્મક ઊંડાણ અને ભવ્યતા બંને છે.”
હાલમાં ફિલ્મ માટે ફાઇનલ કોન્ટ્રાક્ટ થયો નથી. સલમાન અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે શૂટિંગના દિવસો, શીડ્યુલ અને ફી સહિતનાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. જો બધું આયોજન મુજબ આગળ વધશે તો સલમાન ખાન ૨૦૨૭ના ઉનાળામાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તે પહેલાં તે રાજ અને ડીકેની સુપરહીરો કોમેડી ફિલ્મનું કામ પૂર્ણ કરશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ પ્રોજેક્ટ અંગે વધુ સ્પષ્ટતા વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં મળી શકે છે.
સલમાન કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવા માંગતો નથી અને દરેક પાસાની વિગતવાર ચર્ચા કર્યા બાદ જ સત્તાવાર રીતે ફિલ્મ સાઇન કરશે.જો આ પ્રોજેક્ટ સાકાર થશે, તો તે સલમાન ખાનની કારકિર્દીની સૌથી પડકારજનક અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક બની શકે છે, જેમાં દર્શકો તેને એક ઐતિહાસિક યોદ્ધાના અવતારમાં જોશે.SS1
