Western Times News

Gujarati News

રામમંદિર ટ્રસ્ટના અગ્રણીઓ ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું

રામ મંદિર દાન ચોરીમાં આઠની ધરપકડ

અયોધ્યા, અયોધ્યા રામ મંદિર દાનના નાણાંની કથિત ઉચાપત મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કડક વલણ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મોટી હલચલ મચી ગઈ છે. આ સમગ્ર વિવાદ વચ્ચે ટ્રસ્ટના બે અગ્રણી સભ્યો ચંપત રાય અને અનિલ મિશ્રાએ પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીના કડક આદેશો અને તપાસના દબાણને કારણે ટ્રસ્ટના સંગઠનાત્મક માળખામાં આ મોટો ફેરફાર થયો છે, જેને પગલે ઉત્તર પ્રદેશના રાજકારણમાં અને ધાર્મિક વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.

અયોધ્યા રામ મંદિર દાનના નાણાંની કથિત ઉચાપત અને નાણાકીય ગેરરીતિના મામલામાં એક બહુ મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અત્યંત કડક વલણની સીધી અસર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર જોવા મળી છે. આ સમગ્ર વિવાદ અને ચાલી રહેલી તપાસ વચ્ચે ટ્રસ્ટના બે સૌથી અગ્રણી અને વરિષ્ઠ સભ્યો ચંપત રાય અને અનિલ મિશ્રાએ પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના પ્રારંભિક અહેવાલમાં કરાયેલી કડક ભલામણો બાદ આ બંને સભ્યોએ પદ પરથી હટવાનો મોટો નિર્ણય લીધો છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આ મામલામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદના આધારે જ પહેલી એફઆઈઆર પહેલાથી જ દાખલ કરી દેવામાં આવી હતી. આ એફઆઈઆરમાં ૮ લોકોની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવ્યા બાદ આજે તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાક અજ્ઞાત લોકોની ભૂમિકા અંગે પણ ઊંડી તપાસ ચાલી રહી છે.

ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાને સીધા આ કાનૂની એક્શન અને તપાસની કાર્યવાહી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. હાલમાં સીટ આ કથિત નાણાકીય ગોટાળાઓની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહી છે. તપાસ એજન્સી તમામ શંકાસ્પદ આરોપીઓના બેંક ખાતાઓ, સ્થાવર-જંગમ સંપત્તિઓ, મોબાઈલ કોલ રેકોર્ડ્‌સ અને કથિત નાણાકીય લેણદેણના પુરાવાઓ એકત્રિત કરવામાં લાગી ગઈ છે.

સીએમ યોગી આદિત્યનાથે પહેલાથી જ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે આ મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ વિના સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે જો તપાસમાં કોઈ પણ સ્તરે ગેરરીતિ કે બેદરકારી સાબિત થશે, તો જવાબદાર લોકો સામે કાયદા મુજબ કડકમાં કડક પગલાં લેવાશે.

ટ્રસ્ટના બે મોટા નેતાઓના રાજીનામા બાદ હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું સીટના અંતિમ રિપોર્ટમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થશે? શું તપાસનો દાયરો વધુ લંબાવવામાં આવશે અને તેમાં અન્ય કોઈ મોટી હસ્તીઓ હોમાશે? આ રાજીનામા બાદ હવે રામ મંદિર ટ્રસ્ટની આખી કાર્યપ્રણાલીમાં કેવા ફેરફારો થશે, તે તમામ સવાલોના જવાબો આગામી દિવસોમાં તપાસ આગળ વધવાની સાથે જ સામે આવશે.

રામ મંદિરના દાનમાં કથિત નાણાકીય ગેરરીતિ અને ચોરીના મામલામાં એક મોટો રાજકીય અને વહીવટી વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કડક વલણ અને જીં્‌ના પ્રારંભિક અહેવાલ બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાએ પોતાના પદો પરથી રાજીનામું આપી દીધું છે.

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા દાન અને ચઢાવાની રકમમાં કથિત ઉચાપતના મામલે હવે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી કૌભાંડમાં શુક્રવારે એક બહુ મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૌથી શક્તિશાળી ગણાતા મહાસચિવ ચંપત રાય અને અન્ય વરિષ્ઠ સભ્ય અનિલ મિશ્રાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અત્યંત કડક વલણ અને વિશેષ તપાસ ટીમની પ્રાથમિક રિપોર્ટમાં કરાયેલી આકરી ભલામણો બાદ આ બંને દિગ્ગજોએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવાની ફરજ પડી છે.

અયોધ્યાના રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટની ફરિયાદના આધારે જ પ્રથમ હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટી હાલમાં કથિત નાણાકીય અનિયમિતતાઓની ઊંડી તપાસ કરી રહી છે. તપાસ એજન્સી શંકાસ્પદ આરોપીઓના બેંક ખાતાઓ, સ્થાવર-જંગમ મિલકતો, મોબાઈલ કોલ ડિટેલ્સ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની આકરી પડતાલ કરી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ મામલે સંપૂર્ણ પારદર્શક તપાસ થશે અને ભ્રષ્ટાચાર કરનારા ગમે તેટલા પ્રભાવશાળી હોય, તેમની સામે કાયદા મુજબ કડક પગલાં લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.