Western Times News

Gujarati News

યુરોપમાં હિટવેવ, પેરિસમાં ૧૪૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, કુલ ૪૦ લોકોના મોત

(એજન્સી)પેરિસ, હાલમાં સમગ્ર યુરોપ ભયાનક હીટવેવનો સામનો કરી રહ્યું છે. જેના કારણે કરોડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ આબોહવા સંકટમાં ફ્રાન્સ સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સખત હોમાઈ રહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રીય હવામાન વિભાગ મેટિયો-ફ્રાન્સ દ્વારા દેશના અડધાથી વધુ ભાગોમાં સર્વોચ્ચ સ્તરનું રેડ હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોને સાવધ રહેવા કડક ચેતવણી આપી છે.

ફ્રાન્સમાં તાજેતરના દિવસોમાં ઇતિહાસના સૌથી ગરમ દિવસો નોંધાયા છે. રાજધાની પેરિસમાં આ અઠવાડિયે તાપમાન સતત ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે, જે જૂન મહિના માટે અભૂતપૂર્વ છે. પેરિસના ૧૮૭૨ થી ૨૦૧૯ સુધીના ૧૪૭ વર્ષના ઇતિહાસ કરતાં પણ આ વર્ષે જૂન મહિનામાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન વાળા દિવસોની સંખ્યા વધી ગઈ છે.

ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા પિસોસમાં તાપમાનનો પારો ૪૪.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. જે આ સીઝનનું સૌથી વધુ તાપમાન છે. દેશનું રાષ્ટ્રીય સરેરાશ તાપમાન પણ વધીને ૨૯.૮ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. આ હીટવેવ માત્ર લોકો માટે અસહ્ય નથી પરંતુ જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે.

ફ્રાન્સમાં અત્યાર સુધીમાં ગરમીના કારણે સીધા ૪૦ થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જેમાં ગરમ કારમાં રહી ગયેલા બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય, ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદીઓ, તળાવો અને નહેરોમાં નહાવા માટે દોડી રહ્યા છે, જ્યાં દેખરેખ વિનાના વિસ્તારોમાં ડૂબી જવાથી ડઝનબંધ લોકોના મોત થયા છે.

ગરમીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ફ્રાન્સમાં એક બસ ડ્રાઇવર બસમાં છઝ્ર ન હોવાને કારણે ચાલુ ડ્રાઇવિંગે બેભાન થઈ ગયો હતો અને બસનો અકસ્માત થયો હતો. વિજ્ઞાનીઓના મતે, આ હીટવેવ હીટ ડોમના કારણે છે, જ્યાં હાઈ પ્રેશર એરિયા ગરમ હવાને એક જ જગ્યાએ રોકી રાખે છે. યુરોપના દેશો જેવા કે ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં સામાન્ય રીતે આવી ગરમી ક્્યારેય પડતી નથી.

તેથી અહીંના જૂના ઘરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા પ્રદેશો પ્રમાણે બનેલા છે જ્યાં એર કંડિશનરની જરૂર પડતી નથી. હવે અચાનક બદલાતા હવામાનને કારણે લોકો એસી વગરના ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. બ્રિટનમાં પણ આ વર્ષે જૂન મહિનાના ઈતિહાસના સૌથી ગરમ દિવસો નોંધાયા છે. ગ્લોબલ વો‹મગના કારણે યુરોપ અન્ય ખંડો કરતાં વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે, જે ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.