ભારતે પરમાણુ રિએક્ટરની ગરમીથી બનાવ્યો હાઇડ્રોજન, જાણો કઈ રીતે પાણીમાંથી થશે કમાલ
-
ભારતની વિશ્વને ભેટ: પરમાણુ રિએક્ટરથી બનશે કાર્બન-મુક્ત હાઇડ્રોજન
-
કલપક્કમમાં મોટો ચમત્કાર: ભારતે વીજળી વગર ન્યૂક્લિયર પ્રોસેસથી હાઇડ્રોજન બનાવ્યો
કોપર-ક્લોરીન થર્મોકેમિકલ સાયકલ પર આધારિત આ ટેક્નોલોજી કાર્બન-મુક્ત અને કાર્યક્ષમ છે, જે સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રે ભારતને અગ્રેસર બનાવશે
નવી દિલ્હી, ભારતે વૈશ્વિક સ્તરે પરમાણુ ઊર્જા ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચી દીધો છે. દેશે દુનિયાના સૌપ્રથમ એવા હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જે વીજળીના બદલે પરમાણુ રિએક્ટરની ઊર્જાનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું ઉત્પાદન કરે છે. તમિલનાડુના કલપક્કમમાં આવેલા ‘ઇÂન્દરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્ર’ ખાતે આ વિશ્વની પહેલી ન્યૂક્લિયર હાઇડ્રોજન ઉત્પાદન ફેસિલિટી શરૂ કરવામાં આવી છે. ‘કોપર-ક્લોરીન થર્મોકેમિકલ સાયકલ’ પર આધારિત આ ટેક્નોલોજી સંપૂર્ણપણે કાર્બન-મુક્ત અને અત્યંત કાર્યક્ષમ છે. At Kalpakkam, India has demonstrated the world’s first nuclear-hydrogen production facility
પરમાણુ ઊર્જા વિભાગના સચિવ અજીત કુમાર મોહંતીએ જણાવ્યું હતું કે, પરમાણુ ઊર્જામાં કાર્બન-મુક્ત વીજળીની સાથે-સાથે મોટા પાયે હાઇડ્રોજન ઉત્પાદન માટે જરૂરી ઉચ્ચ તાપમાન આપવાની અનોખી ક્ષમતા છે. એટમિક એનર્જી કમિશનના પૂર્વ ચેરમેન અને ન્યૂક્લિયર ફિઝિસિસ્ટ અનિલ કાકોદકરે ઉમેર્યું કે, વિશ્વમાં ક્લીન એનર્જી માટે હાઇડ્રોજન સૌથી મહત્ત્વનો સ્ત્રોત બની રહ્યો છે, તેથી તેના ઉત્પાદનની આવી સસ્તી પદ્ધતિઓ ખૂબ જ જરૂરી છે.
ઐતિહાસિક ઉદ્ઘાટનઃ આ સુવિધાનું ઉદ્ઘાટન ૨૬ જૂનના રોજ ભારતના સૌથી જૂના કલપક્કમ સ્થિત ‘ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર’ ખાતે કરવામાં આવ્યું છે, જે ૧૯૫થી રિસર્ચ માટે કાર્યરત છે.
૫૦૦ મેગાવોટનું રિએક્ટરઃ આ પ્લાન્ટ એ જ કોમ્પ્લેક્સમાં છે જ્યાં ‘પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર’ આવેલું છે. આ ૫૦૦ મેગાવોટના કોમર્શિયલ રિએક્ટરે એપ્રિલ ૨૦૨૬માં જ પહેલીવાર સફળ સંચાલન હાંસલ કર્યું હતું.
પાણીમાંથી હાઇડ્રોજનઃ સામાન્ય ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની જેમ જ આ ટેક્નોલોજી પણ પાણીમાંથી હાઇડ્રોજન અલગ કરે છે. પરંતુ તેમાં વીજળીના બદલે રિએક્ટરની વધારાની ગરમી અને કોપર-ક્લોરીનની કેમિકલ રિએક્શન ચેનનો ઉપયોગ થાય છે.
ડેમોન્સ્ટ્રેટર પ્રોજેક્ટઃ આ એક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર પ્રોજેક્ટ છે, જે દુનિયાને બતાવશે કે વીજળી વગર પણ ન્યૂક્લિયર પ્રોસેસથી હાઇડ્રોજન બનાવી શકાય છે.
પરમાણુ ઊર્જા વિભાગના જણાવ્યા અનુસાર, હાઇડ્રોજન બનાવવાની આ નવી સુવિધા ભારતના ત્રણ-ફેઝવાળા ન્યૂક્લિયર પ્રોગ્રામની એક મોટી સફળતા છે.
૧૯૫૦ના દાયકામાં ભારતમાં યુરેનિયમનો મર્યાદિત જથ્થો હોવાને કારણે મહાન વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાએ એક ખાસ યોજના બનાવી હતી, જેથી દેશમાં ભરપૂર માત્રામાં ઉપલબ્ધ ‘થોરિયમ’નો ઉપયોગ કરી શકાય. તેના પ્રથમ તબક્કામાં ‘પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર’ બનાવવામાં આવ્યા હતા, જે તમિલનાડુના કુડનકુલમમાં કાર્યરત છે.
પ્રોગ્રામના બીજા તબક્કામાં કલપક્કમના હ્લમ્્ઇ અને ઁહ્લમ્ઇ જેવા ‘ફાસ્ટ બ્રીડર રિએક્ટર’નો સમાવેશ થાય છે. આ રિએક્ટર્સ એવા સિદ્ધાંત પર કામ કરે છે કે તેઓ જેટલું બળતણ વાપરે છે, તેના કરતાં વધુ બળતણનું ઉત્પાદન કરે છે. પરંપરાગત રિએક્ટરો બળતણ તરીકે યુરેનિયમ વાપરે છે, જ્યારે ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં પ્લુટોનિયમનો ઉપયોગ થાય છે.
ભારતના ફાસ્ટ બ્રીડર રિએક્ટર્સ અત્યારે પ્લુટોનિયમ પર ચાલે છે, પરંતુ ભવિષ્યમાં તેને થોરિયમ પર ચલાવી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. હાલમાં જે હ્લમ્્ઇ ખાતે આ સુવિધા શરૂ કરાઈ છે તે કોમર્શિયલ રિએક્ટર નથી પરંતુ ૪૦ મેગાવોટ થર્મલ ક્ષમતા ધરાવતું એક ટેસ્ટ બેડ છે, જે ભવિષ્યના પ્રોગ્રામ માટે પાયો તૈયાર કરે છે. આ સફળ ડેમો પ્રોજેક્ટથી ભારતની ન્યૂક્લિયર અને હાઇડ્રોજન બંને સેક્ટરમાં ક્ષમતા સાબિત થઈ છે.
નિષ્ણાતોના મતે, આ પ્રક્રિયાથી બનતા હાઇડ્રોજનને ટેકનિકલ રીતે ‘ગ્રીન હાઇડ્રોજન’ ન ગણવામાં આવે તો પણ પર્યાવરણની દ્રષ્ટિએ તેના ફાયદા બિલકુલ ગ્રીન હાઇડ્રોજન જેવા જ છે. આગામી સમયમાં પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં કોમર્શિયલ લેવલ પર ન્યૂક્લિયર હાઇડ્રોજન બનાવવાનો રસ્તો સાફ થશે.
