Western Times News

Gujarati News

બિલાવલ ભુટ્ટોએ ભારતને એટમબોમ્બની ધમકી આપી

સિંધુ જળ ઉપર પાક. ઉકળી ઊઠયું કે

પાકિસ્તાનના જળ-અધિકારો નિર્બળ કરવાનો કોઈ પણ પ્રયાસ રાષ્ટ્રીય અસ્તિત્વ પરના હુમલા સમાન ગણાશે ઃ બિલાવલ

નવી દિલ્હી, સિંધુ જળ સંધિ અંગે ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધતી જ રહી છે. તેવામાં પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક વિધાનો આવી રહ્યાં છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીએ ભારત-પાક વચ્ચેની સિંધુ જળ સંધિ વિવાદ અંગે ભારત સામે આગ ઓકવા સાથે સીધી ધમકી આપી છે કે, પાકિસ્તાનને તેના જળ અધિકારો, નિર્બળ કરવાના કોઈ પણ પ્રયાસને પાકિસ્તાનના રાષ્ટ્રીય અસ્તિત્વ પરના હુમલા સમાન ગણવામાં આવશે.

આટલું જ નહીં પરંતુ મંગળવારે ઇસ્લામાબાદમાં યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં સંબોધન કરતાં જણાવેલ કે ૧૯૬૦ માં થયેલી સિંધુ-જળ-સંધિ ભારતે વિલંબિત કરી છે. તેથી તે મુદ્દો માત્ર પર્યાવરણીય કે રાજદ્વારી નહીં રહેતાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સલામતી અને પાકિસ્તાનનાં અસ્તિત્વ સાથે જોડાયેલો છે.પાકિસ્તાનના પોતાના પરમાણુ સિદ્ધાંતનું એક મહત્વનું પાસું તે છે કે જળમાર્ગાે પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસો કે અર્થતંત્રને નિર્બળ કરવાના પ્રયાસો તે એવી ચરમ પરિસ્થિતિમાં સામેલ છે કે તેમાં પરમાણુ પ્રતિક્રિયાનો વિકલ્પ ખુલ્લો રખાયો છે.

તેમ ભુટ્ટોએ કહ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન માટે જળ ક્ષેત્ર બંધ કરવું તે જ પરમાણુ યુદ્ધ બરાબર છે.આ સેમિનારમાં આગળ બોલતાં ભારત પર પાણીનું દબાણ એક શસ્ત્ર રૂપ બનાવાયાનો આક્ષેપ મુકવા સાથે કહ્યું કે કોઈ એમ માને કે પાકિસ્તાન સિંધ સોંપી દેશે તો તે પાકિસ્તાનને ઓળખતા નથી. તે સિંધ, પંજાબ, બલુચિસ્તાન, ખૈબર પખ્તુનવા કે કાશ્મીર કે ગિલ્ગીટ-બાલ્ટીસ્તાનને ઓળખતા નથી.સમાપનમાં તેમણે કહ્યું અમે શાંતિ ઇચ્છીએ છીએ, પરંતુ તે ગૌરવપૂર્ણ શાંતિ.

અમે મંત્રણા ઇચ્છીએ છીએ પરંતુ તે કારણે વર્તુળમાં, સહઅસ્તિત્વ ઇચ્છીએ છીએ. સમર્પણ નહીં.મુળ મુદ્દે વાત તે છે કે સિંધુ જળ કરારોમાં પાકિસ્તાને આતંકવાદીઓને સાથ નહીં આપવો તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. પરંતુ સૌ જાણે છે કે આતંકવાદનાં મૂળ પાકિસ્તાનમાં જ છે. તેમાંયે પહેલગાંવમાં આતંકીઓને સાત-સાત નિર્દાેષોની કરાયેલી ક્‰ર હત્યા પછી ભુટ્ટોને ઉપર મુજબના ઉપદેશો કહેવાનો કોઈ અધિકાર જ રહ્યો નથી તેમ સૌ કોઈ જાણે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.