Western Times News

Gujarati News

આમોદ પાસેથી પસાર થતા NH64 ઉપર કાદવકીચડનું સામ્રાજ્ય ફેલાયું

કોન્ટ્રાક્ટરે તાત્કાલિક કપચી પાથરતા વાહનચાલકોને આંશિક રાહત થઈ

ભરૂચ, આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નં. ૬૪ નું કરોડો રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આજ રોજ બપોરે વરસેલા મુશળધાર વરસાદને કારણે હાઈવે ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું.જેથી વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો.

રોડ પર કાદવ અને લપસણી સ્થિતિ સર્જાતા બે-ચક્રી વાહનચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો.અનેક વાહનો ધીમી ગતિએ પસાર થતાં હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રોડની કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટરે તાત્કાલિક સાતથી આઠ ટ્રક જેટલી કપચી મંગાવી હાઈવેના કાદવયુક્ત ભાગોમાં પાથરી રોડને સમથળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.જેના કારણે વાહનચાલકોને આંશિક રાહત મળી હતી અને અવરજવર અગાઉ કરતાં સરળ બની હતી.ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.