‘આલ્ફા’થી સંગીતકાર રોહાંશ અને અબીર પંડિતનું ફિલ્મમાં ડેબ્યુ
તેઓ જાણીતા સંગીતકાર બંધુઓ જતિન-લલિતમાંના લલિત પંડિતના પુત્રો છે
રોહાંશ અને અબીરે ૨૦૨૩માં કિશોર વયે જ ‘કમિંગ હોમ’ નામનું શાંતિ સંદેશ આપતું ગીત તૈયાર કર્યું હતું
મુંબઈ,૧૯૯૦ના દાયકાથી લઈને ૨૦૦૦ના પ્રથમ દાયકાના સુધી હિન્દી ફિલ્મ સંગીત પર રાજ કરનાર લોકપ્રિય સંગીતકાર બંધુઓ જતિન-લલિત બાદ હવે તેમની આગામી પેઢીએ પણ યશ રાજ ફિલ્મ્સ સાથે પોતાની સફરની શરૂઆત કરી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આલ્ફા’નાં ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોરનાં સંગીતકાર રોહાંશ પંડિત અને અબીર પંડિત, લલિત પંડિતના પુત્રો હોવાનું હવે સામે આવ્યું છે.ખાસ વાત એ છે કે ફિલ્મનાં ક્રેડિટ્સમાં બંનેના નામ માત્ર ‘રોહાંશ’ અને ‘અબીર’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેથી ફિલ્મ જોનારાં ઘણાં દર્શકોને તેઓ જતિન-લલિત પરિવાર સાથે જોડાયેલા છે તેની જાણ થઈ નહોતી.
આ માહિતી અભિનેતા અને નિર્માતા વિવેક વસવાણીએ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા જાહેર કરી હતી. તેમણે લખ્યું, “રોહાંશ પંડિત અને અબીર પંડિત જેવા પ્રતિભાશાળી ડેબ્યુ સંગીતકારોની જોડી સાથે ‘આલ્ફા’ જોવાનો અદ્ભુત અનુભવ રહ્યો. તેમની સાથે મીના પંડિત અને લલિત પંડિત પણ હાજર હતાં. ફિલ્મનું સંગીત સંપુર્ણપણે નવા યુગને અનુરૂપ છે, દમદાર છે અને હાઇ-ઓક્ટેન એક્શનને અસરકારક રીતે રજૂ કરે છે.” તેમણે પ્રિવ્યુ થિયેટરમાં લલિત પંડિત સાથે રોહાંશ અને અબીરની તસવીર પણ શેર કરી હતી. ‘આલ્ફા’ રોહાંશ અને અબીર માટે ફિલ્મ સંગીતકાર તરીકેનું ડેબ્યુ છે. ફિલ્મનાં અનેક મહત્વના સીમ માટેનું બેકગ્રાઉન્ડ સ્કોર પણ તેમણે તૈયાર કર્યું છે, જેમાં રિતિક રોશનની ખાસ સિક્વન્સનું થીમ મ્યુઝિક પણ સામેલ છે.
રોહાંશ અને અબીરે ૨૦૨૩માં કિશોર વયે જ ‘કમિંગ હોમ’ નામનું શાંતિ સંદેશ આપતું ગીત તૈયાર કર્યું હતું, જેનું નિર્માણ વોર્નર બ્રધર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગીત બાદ બંને સંગીતક્ષેત્રમાં ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમના પિતાએ ભાઈ સાથે – જતિન-લલિતે ૧૯૯૧માં આવેલી ‘યારા દિલદારા’થી સંગીતકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ‘જો જીતા વહી સિકંદર’, ‘ખિલાડી’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘કભી હાં કભી ના’, ‘ખામોશીઃ ધ મ્યુઝિકલ’, ‘યેસ બોસ’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘સરફરોશ’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘ચાલતે ચાલતે’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોને યાદગાર સંગીત આપ્યું હતું.રૂઇહ્લ સાથે તેમણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (૧૯૯૫), ‘મોહબ્બતેં’ (૨૦૦૦), ‘હમ તુમ’ (૨૦૦૪) અને ‘ફના’ (૨૦૦૬) જેવી ચાર ફિલ્મોમાં કામ કર્યું હતું. આ તમામ ફિલ્મોનાં ગીતો આજે પણ શ્રોતાઓમાં લોકપ્રિય છે. ‘ફના’ જતિન-લલિતની સાથેની છેલ્લી ફિલ્મ હતી.SS1
