એક્ટર રાજેશ શર્મા શૂટિંગ વખતે ઝેરી જંતુ કરડતાં હોસ્પિટલમાં
પ્રભાસની ફૌજી ફિલ્મનાં શૂટિંગ વખતે ઘટના
રાજેશ કોઇ ટેકનિશ્યન સાથે વાત કરતો હતો ત્યારે જંગલ જેવી ઝાડીમાંથી કરોળિયો કે ઝેરી જંતુ તેને કરડયુ હતું
મુંબઈ, હૈદરાબાદમાં આવેલાં રામોજી ફિલ્મ સીટીના સેટ પર પ્રભાસની આગામી ફિલ્મ ‘ફૌજી’ના શૂટિંગ દરમ્યાન એક્ટર રાજેશ શર્માને કોઇ ઝેરી જંતુ કરડી જતાં તેની તબિયત કથળવાને પગલે કોલકાતાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. શર્મા હજી જોખમમાંથી બહાર આવ્યો નથી.ધ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને શર્માની કથળતી તબિયતની નોંધ લઇ ઉંડી ચિંતા વ્યક્ત કરી આ ઘટનાની ઉચ્ચ સ્તરની તપાસ કરાવવાની અપીલ તેલંગણાના મુખ્ય પ્રધાન રેવન્તા રેડ્ડીને કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર શૂટિંગ પુરૂ થઇ ગયા બાદ રાજેશ કોઇ ટેકનિશ્યન સાથે વાત કરતો હતો ત્યારે જંગલ જેવી ઝાડીમાંથી કરોળિયો કે ઝેરી જંતુ તેને કરડયુ હતું. પણ રાજેશે તેના પર ધ્યાન આપવાને બદલે વિમાનમાં કોલકાતા જવાનું પસંદ કરતાં પ્રવાસ દરમ્યાન તેની તબિયત કથળી હતી. તેને સારવાર માટે કોલકાતાના ઠાકુરિયામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.સિને વર્કર્સ એસોસિએશને આ ઘટનાની તત્કાળ, તટસ્થ અને પારદર્શી તપાસ કરવાની માંગણી કરી હતી.SS1
