Western Times News

Gujarati News

મહી નદીના કિનારે જાહેરમાં પશુબલિ આપતાં શખ્સો સામે ગુનો દાખલ

પ્રતિકાત્મક

બોરસદ તાલુકાના વાલવોડ ગામે પાણી અને પર્યાવરણ પ્રદૂષિત કરવા બદલ તેમજ જૈન સમાજ સહિતના લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

આણંદ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામે મહીસાગર નદીના કિનારે જાહેરમાં ક્‰રતાપૂર્વક પશુબલિ ચડાવી નદીનું પાણી અને પર્યાવરણ પ્રદૂષિત કરવા બદલ તેમજ જૈન સમાજ સહિતના લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ વિરસદ ગામના શખ્સો અને વાલવોડના એક સ્થાનિક શખ્સ વિરુદ્ધ ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.વાલવોડ ગામના જૈન દેરાસરના મેનેજિંગ ટ્રસ્ટી અનિલકુમાર જીવનલાલ શાહ (ઉં.વ. ૬૫) ગત તા. ૨૮/૦૬/૨૦૨૬ ના રોજ સવારના સમયે નદી કિનારે આવેલા જૈન દેરાસરે દર્શન કરવા જઈ રહ્યા હતા.

તે દરમિયાન તેમણે કેટલાક શખ્સોને બે બકરા લઈ સિકોતર માતાજીના મંદિર તરફ જતા જોયા હતા. શંકા જતાં તેઓ ત્યાં પહોંચ્યા તો વિરસદ ગામના શખ્સો જાહેરમાં બકરાની બલિ ચડાવવા માટે તેને ક્‰રતાપૂર્વક કાપી રહ્યા હતા. ફરિયાદીએ આ હિંસક કૃત્યના ફોટોગ્રાફ્સ અને વીડિયો રેકો‹ડગ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન, વાલવોડ ગામના જ સ્થાનિક શખ્સ સુરેશભાઈ કાંતિભાઈ તળપદાએ ત્યાં હાજર એક વ્યક્તિના મોબાઈલ દ્વારા ફરિયાદી અનિલકુમાર સાથે વાત કરી હતી.

સુરેશએ ફોન પર ઉદ્ધતાઈપૂર્વક જણાવ્યું કે, “આ નદી વિસ્તાર કોઈના બાપની નથી, પોલીસ તો હું ખિસ્સામાં લઈને ફરું છું.” તેમ કહી ફરિયાદીને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધાક-ધમકી આપી હતી.ફરિયાદીએ તાત્કાલિક ઇમરજન્સી પોલીસ સેવા ૧૧૨ પર ફોન કરતાં જ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સરકારી નિયમો મુજબ અધિકૃત કતલખાના સિવાય જાહેર જગ્યાએ પશુની કતલ કરવી એ ગંભીર ગુનો છે. આ કૃત્યથી મહીસાગર નદીનું પવિત્ર પાણી અને જાહેર આરોગ્ય જોખમાયું છે. હાલમાં ભાદરણ પોલીસે સુરેશ કાંતિભાઈ અને વિરસદ ગામના અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.