Western Times News

Gujarati News

“હેલો, મેમ આઈ લાઈક યુ… તમારો નંબર અને ઈન્સ્ટાગ્રામ આઈડી આપો”

AI Image

વસ્ત્રાપુરના મોલની કર્મચારીનો પીછો કરી બે શખ્સે છેડતી કરી, લોકોએ ભેગા થઈ ઝડપ્યા

(એજન્સી)અમદાવાદ, શહેરના વસ્ત્રાપુરમાં આવેલા જાણીતા મોલમાં કામ કરતી યુવતી શોરૂમમાં જતી હતી ત્યારે બે શખ્સો તેનો પીછો કર્યો હતો. યુવતીએ જે સ્ટોરમાં કામ કરતી હતી. ત્યાં બહાર ઉભા રહીને તેની સામે જોઈ રહયા હતા. યુવતી જયારે વોશરૂમ ગઈ ત્યારે તેની પીછો કર્યો હતો.

બાદમાં હેલ્લો, મેમ આઈ લાઈક કયુ.. અમે તમને કયારના જોઈ રહયા છીએ.. આ મારો ફ્રેન્ડ છે. તમને પસંદ કરે છે તેમ કહીને નંબર અને ઈન્સ્ટાગ્રામ આઈડી માગ્યા હતા. યુવતીએ ઠપકો અપાતા બંને ભાગવા જતા હતા ત્યારે લોકોએ ઝડપી વસ્સ્ત્રાપુર પોલીસને સોપ્યા હતા.

રાજસ્થાની ર૧ વર્ષીય યુવતી શહેરમાં રહે છે. અને વસ્ત્રાપુરના એક જાણીતા મોલમાં આવેલા શોરૂમમાં નોકરી કરે છે. ગત રવીવારે તે શોરૂમ ખાતે નોકરી આવી હતી. અને બાદમાં સાંજે કિટલીએ કોફી પાર્સલ કરાવીને પરત શોરૂમમાં જતી હતી. એકસેલેન્ટર પર તેની પાછળ બે શખ્સો હતા. જે બંને શખ્સોએ તેનો પીછો કર્યો અને શોરૂમની બહાર ઉભા રહીને યુવતી સામે એકધારૂ જોતા હતા.

યુવતી જયારે વોશરૂમમાં જતી હતી ત્યારે પણ બંનેએ પીછો કર્યો હતો. એક શખ્સે હેલો મેમ હું આપનીસાથે વાત કરવા માગું છું. તેમ કહેતા યુવતીએ તેના પર ધ્યાન આપ્યું નહોતું અને વોશરૂમમાં ગઈ હતી. ત્યાંથી બહાર આવી ત્યારે ફરી બંનેએ તેને રોકી હતી અને હેલ્લો,મેમ આઈ લાઈક યુ… અમે તમને કયારના જોઈ રહયા છીએ… આ મારોફ્રેન્ડ છે તે તમને પસંદ કરે છે.

તમારો નંબર અને ઈન્સ્ટાગ્રામ આઈડી આપો તેનું કહેતા યુવતી જવાબ આપ્યા વગર નીકળવાનો પ્રયાસ કરતી હતી ત્યારે શખ્સે યુવતીને સ્પર્શ કરાતા યુવતીએ ઠપકો આપ્યો હતો. યુવતીએ લાફો મારવાનું કહેતા બંને ત્યાંથી ભાગવા જતા હાજર લોકોએ ઝડપી પાડીને પોલીસ બોલાવી હતી. બંને શખ્સોએ પોલીસને સોપાતા વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.