Western Times News

Gujarati News

ઈન્ડોનેશિયામાં જાનૈયાઓને લઈ જતી ટ્રકને અકસ્માત, ૧૩નાં મોત

અન્ય ૫ લોકો ઘાયલ થયા

ભયાનક અકસ્માતને કારણે પીકઅપ ટ્રકમાંથી એક ડઝનથી વધુ લોકો હાઈવે પર ફેંકાઈ ગયા હતા

જાકાર્તા,ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર એક વ્યસ્ત હાઈવે પર લગ્નના મહેમાનોને લઈ જઈ રહેલી એક પીકઅપ ટ્રક બે ટ્રકો વચ્ચે કચડાઈ જતાં ૧૩ લોકોનાં મોત થયા છે અને અન્ય ૫ લોકો ઘાયલ થયા છે, તેમ પોલીસે સોમવારે જણાવ્યું હતું.સ્થાનિક ટ્રાફિક પોલીસ ચીફ ઉદાંગ શ્યાસિફ હિદાયતે જણાવ્યું કે, આ અકસ્માત ઈન્દ્રમાયુ રીજન્સીના કિયાજારન કુલોન ગામ નજીક ઉત્તરીય દરિયાકાંઠાના હાઈવે પર થયો હતો. આ જૂથ પાડોશના પારેઆન ગામમાં લગ્નમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યું હતું.

પીડિતો ખુલ્લી બોડીવાળી પીકઅપ ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે હાઈવે પર યુ-ટર્ન લેવા માટે મીડિયન (ડિવાઈડર વચ્ચેની જગ્યા) ની નજીક વાહન ધીમું પડ્યું અને અટકી ગયું. આ દરમિયાન તે જ દિશામાં જઈ રહેલી એક વિંગ-બોક્સ ટ્રકે તેને પાછળથી ટક્કર મારી હતી.હિદાયતે જણાવ્યું કે, “ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ ટ્રક સામેની લેનમાં ધકેલાઈ ગઈ, જ્યાં સામેથી આવી રહેલી અન્ય એક ટ્રકે તેને ફરીથી ટક્કર મારી.

આ ભયાનક અકસ્માતને કારણે પીકઅપ ટ્રકમાંથી એક ડઝનથી વધુ લોકો હાઈવે પર ફેંકાઈ ગયા હતા.” પોલીસે જણાવ્યું કે બચેલા પાંચ લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, જેમને નાની-મોટીથી લઈને ગંભીર ઈજાઓ થઈ છે. સત્તાવાળાઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.