Western Times News

Gujarati News

તમન્નાએ રાગિણી થ્રીનું લંડનમાં શૂટિંગ શરૂ કરી દીધું

તમન્નાએ ફિલ્મના ક્લેપબોર્ડને હાથમાં પકડી ઇન્સ્ટા પર સ્ટોરી શેર કરી

અગાઉ એક વિદ્યાર્થિનીની સાચી ઘટના પરથી ૨૦૧૧માં બનાવવામાં આવેલી ફિલ્મ ‘રાગિણી એમએમએસ’માં રાજકુમાર રાવ હીરો હતો

મુંબઈ,એકતા કપૂર દ્વારા બનાવાઈ રહેલી ફિલ્મ ‘રાગિણી થ્રી’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી ફિલ્મની હિરોઇન તમન્ના ભાટિયાએ સોશ્યલ મિડિયા પર શેર કરી હતી. તમન્નાએ ફિલ્મના ક્લેપબોર્ડને હાથમાં પકડી ઇન્સ્ટા પર સ્ટોરી શેર કરી હતી.એક જમાનામાં એમએમએસ એટલે કે મલ્ટી મિડિયા મેસેજનું આગમન થયું ત્યારે એક વિદ્યાર્થિનીની સાચી ઘટના પરથી ૨૦૧૧માં બનાવવામાં આવેલી ફિલ્મ ‘રાગિણી એમએમએસ’માં રાજકુમાર રાવ હીરો હતો.

એ પછી આ ફ્રેન્ચાઇઝીમાં બીજી બે ફિલ્મો અને એક સિરિઝ પણ આવી ચૂકી છે.૨૦૧૧ બાદ ‘રાગિણી એમએમએસ ટુ’ ૨૦૧૪માં આવી હતી. જેમાં સની લિયોની હિરોઇન બની હતી.એ પછી આ ફ્રન્ચાઇઝીને વિસ્તારી સ્ટ્રિમિંગ સિરિઝ ‘રાગિણી એમએમએસઃ રિટર્ન્સ’ બનાવવામાં આવી હતી. જેમાં કરિશ્મા શર્મા ઉપરાંત રિયા સેન પણ હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.