Western Times News

Gujarati News

ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન

ગુજરાત સરકારની મેગા ઝુંબેશ ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસહેઠળ રાજ્યભરમાં ૫ હજારથી વધુ જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા

સેક્સટોર્શનથી ડીપફેક સુધીના ઓનલાઇન જોખમો સામે ગુજરાત પોલીસની સજ્જતા

પ્રથમ બે સપ્તાહમાં ૫,૨૮૯ જાગૃતિ કાર્યક્રમોસેક્સટોર્શન, ડીપફેક અને સાયબર સ્ટોકિંગ જેવા જોખમો સામે ૩,૪૧૫ વિશેષ સત્રો યોજાયા

વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકો સલામતિ અનુભવે તે માટે ગુજરાત રાજ્ય પોલીસે નવી પહેલ કરી સતત ૨૮ દિવસ વિશેષ અભિયાન ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ‘ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના પ્રથમ બે સપ્તાહમાં જ ગુજરાત પોલીસની શી-ટીમ અને સાયબર સેલે રાજ્યભરમાં ૫,૨૮૯ જેટલા જાગૃતિનાં કાર્યક્રમોનુંસફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

રાજ્યનાં પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ચલાવેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સામુદાયિક જોડાણટેક્નોલોજી આધારિત દેખરેખપીડિતો સુધી પહોંચસાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા સાયબર ગુનાઓ અટકાવવાનો છે.

સીઆઈડી ક્રાઈમ મહિલા સેલ એડીજીપી શ્રી અજય ચૌધરીએ જણાવ્યું છે કેડિજિટલ યુગમાં મહિલાઓ અને બાળકોની ઓનલાઇન સુરક્ષા એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ‘ દ્વારા અમે ડીપફેક અને સેક્સટોર્શન જેવા ગંભીર સાયબર ગુનાઓ સામે નાગરિકોને જાગૃત કરી એક સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છીએ. ગુજરાત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ હેઠળ રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ માટેનાં કાર્યક્રમોને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. પ્રથમ સપ્તાહ દરમિયાન સાયબર જાગૃતિ અને દ્રશ્યતા અંતર્ગત ૧,૮૭૪ કાર્યક્રમો તેમજ બીજા સપ્તાહ દરમિયાન સેક્સટોર્શનડીપફેક અને સાયબર સ્ટોકિંગ જેવા ગંભીર ઓનલાઇન જોખમોના નિવારણ માટે ૩,૪૧૫ વિશેષ સત્રો યોજાયા હતા. આ જન જાગૃતિ કેમ્પનું આયોજન કરીને પોલીસે લાખો નાગરિકો સુધી સીધો સંપર્ક સાધ્યો હતો.

અભિયાનના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં વ્યાપક સ્તરે જાગૃતિ અને દ્રશ્યતા વધારવા માટે સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં વિવિધ પ્રવૃત્તિઓ હેઠળ ૧,૮૭૪ જાગૃતિ કાર્યક્રમો અને રેલીનું સફળ આયોજન કરાયું હતું. જેમાં ડિજિટલ અને શારીરિક સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે રાજ્યવ્યાપી લોન્ચિંગના ૧૮૫ કાર્યક્રમોશાળાઓમાં સાયબર સુરક્ષા દિવસ અન્વયે ૪૩૮ કાર્યક્રમોઅને કિશોરી સુરક્ષા દિવસ અંતર્ગત ૩૩૬ વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

આ ઉપરાંત વાલીઓને જાગૃત કરવા માટે ૩૧૮ અને શિક્ષકોની તાલીમ માટે ૨૮૧ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ સ્તરે યુવાનોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રાખવા માટે કોલેજોમાં સાયબર કેમ્પેઈનના ૨૦૭ કાર્યક્રમો યોજાયા હતા. તેમજ જનભાગીદારી વધારવા વિવિધ જિલ્લાઓમાં કુલ ૧૦૯ સાયબર રેલીઓ યોજીને નાગરિકોને ડિજિટલ સુરક્ષાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

અભિયાનના દ્વિતીય સપ્તાહમાં જાગૃતિથી એક ડગલું આગળ વધીને સાયબર ગુનાઓના નિવારણ અને સુરક્ષાત્મક પગલાંઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન ડિજિટલ માધ્યમોના સુરક્ષિત ઉપયોગ માટે વિવિધ વિષયો આધારિત કુલ ૪,૧૭૨ જેટલા કાર્યક્રમો અને જનજાગૃતિ કેમ્પનું વિસ્તૃત આયોજન કરાયું હતું. જેમાં સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ માટે સોશિયલ મીડિયા સુરક્ષા‘ અન્વયે સૌથી વધુ ૭૪૩ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે ડીપફેક જાગૃતિ‘ ના પ૭૮ કાર્યક્રમો, ‘સાયબર સ્ટોકિંગ નિવારણ‘ માટે પ૧૪ કાર્યક્રમોતેમજ વધતા જતા સેક્સટોર્શનના ગુનાઓ સામે લોકોને સચેત કરવા સેક્સટોર્શન વિરોધી દિવસ‘ અંતર્ગત પ૨૦ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઓનલાઇન સુરક્ષાના ભાગરૂપે ગેમીંગ સુરક્ષા‘ માટે પ૧૨ અને ઓનલાઇન ગ્રૂમિંગનિવારણ‘ માટે ૪૬૬ કાર્યક્રમો યોજીને બાળકો અને યુવાનોને રક્ષણ પૂરું પાડવાનો પ્રયાસ કરાયો હતો. આ તમામ પ્રવૃત્તિઓ ઉપરાંત છેવાડાના નાગરિકો સુધી પહોંચવા માટે સમગ્ર રાજ્યમાં કુલ ૪૬૧ જનજાગૃતિ કેમ્પો પણ યોજવામાં આવ્યા હતા.

આ ઓપરેશનની સૌથી મોટી વિશેષતા એ છે તેમાં પોલીસ કોન્સ્ટેબલઆસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરહેડ કોન્સ્ટેબલપીએસઆઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના તમામ ફિલ્ડ ઓફિસરો માટે એક્શન પોઈન્ટ્સ નક્કી કરાયા છે. તમામ અધિકારીઓનું મૂલ્યાંકન જાગૃતિનિવારણઅમલીકરણતપાસની ગુણવત્તા અને જનવિશ્વાસ જેવા પાંચ મુખ્ય માપદંડો પર કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત પોલીસે રાજ્યના તમામ નાગરિકોને કોઈપણ પ્રકારના સાયબર ગુના કે ઓનલાઇન સતામણીનો ભોગ બનનારને કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવા અપીલ પણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.