ઝઘડિયાના રાણીપુરા મોરા વગામાં મોટાપાયે જમીન ધોવાણ થવાથી વ્યાપક નુકસાન
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા પંથકમાં ગત સપ્તાહે થયેલા વરસાદ એકજ દિવસે સુધીમાં પાંચ ઈંચ જેટલો હતો વરસી ચુક્યો હતો.જેના પગલે ઠેર ઠેર પાણીઓ ભરાઈ ગયા હતા જેથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
પંથકમાં પડેલા વરસાદના કારણે ખૂબ મોટા પાયે નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું હતું, જેના કારણે ખેડુતોને નુકસાન થવા પામ્યું હતું.આ ઉપરાંત ગુમાનદેવ ઉચેડિયા વાળી ખાડી માં ઉપરવાસમાં ભારે વરસાદના પાણીના પ્રવાહથી કાવેરી ખાડી બન્ને કાંઠે વહેતી જણાય હતી.કાવેરી ખાડી જ્યાં નર્મદા નદી માં મળે છે તે સ્થળે ખુબ મોટા પાયે કાવેરી ખાડીના રાણીપુરા? તરફના કાંઠા ના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું છે.
રાણીપુરા ગામની સીમ ના મોરા વગા ના ખેતરોનુ ઉભા પાક સાથે ધોવાણ થયું હતું.સામાન્ય રીતે નર્મદા કાંઠા વિસ્તારમાં કેળ અને શેરડીનો પાક થતો હોય છે.પરંતુ ઘણા ખેડૂતો કઠોળ શાકભાજી કપાસ જેવી ખેતી પણ મોટાપાયે કરતા હોય છે, અવિરત વરસેલા વરસાદે ખેતીમાં પણ મોટું નુકસાન કર્યું હતું.
ખેતરોમાં પાણી ભરાવાના કારણે મગફળી સોયાબીન કપાસ તુવેર ઉપરાંત તમામ પ્રકારના શાકભાજીના પાકને પાણીના ભરાવાના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે તાલુકાના ઉચેડિયા રાણીપુરા વિસ્તારમાં મોટું નુકસાન પાકને થવા પામ્યું છે.
નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થવા પામ્યું છે.તાલુકાના રાણીપુરા ગામની સીમને અડીને ગુમાનદેવ ઉચેડિયા વાળી ખાડી વહે છે તે ખાડીમાં પણ ઉપરવાસમાં તથા સ્થાનિક વરસાદ વરસવાના કારણે ખાડી બે કાંઠે વહેતી હતી જેના કારણે રાણીપુરા સીમ ના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું હતું. ધોવાણમાં આખા ખેતરો ઉભા પાક અને બોરિંગ સાથે ધોવાઈ ગયા ના અહેવાલ ખેડૂતો પાસેથી મળ્યા હતા.
