પાઇલોટની ભૂમિકા કર્યા બાદ જાન્હવી કપુર હાલ ભારે ખુશ
મુંબઇ, ધડક ફિલ્મ સાથે કેરિયર શરૂ કર્યા બાદ શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર પણ કેટલીક મોટી ફિલ્મો કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે ગુંજન સક્સેના નામની ફિલ્મમાં પાઇલોટની ભૂમિકા અદા કર્યા બાદ ભારે ખુશ છે. આ ફિલ્મનુ શુટિંગ કરી લેવામાં આવ્યુ છે. ફિલ્મ હવે ૨૪મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ડેબ્યુ ફિલ્મ ધડક બોક્સ ઓફિસ પર સરેરાશ રહ્યા બાદ પણ જાન્હવી કપુરને નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. તેની પાસે સારી અને મોટા બેનરની ફિલ્મ આવી રહી છે. સ્ટાર કિડ્સ હોવાનો લાભ તેને મળી રહ્યો છે.
હવે તે કરણ જોહરની વધુ એક ફિલ્મમાં કામ કરી રહી છે. તે ઇન્ડિયન એરફોર્સના પાયલોટ ગુન્જન સક્સેનાની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહી છે. લખનૌમાં પ્રથમ તબક્કાનુ શુટિંગ પૂર્ણ કરાયા બાદ હવે જ્યોર્જિયામાં બીજા તબક્કાનુ શુટિંગ કરવામાં આવી ચુક્યુ છે. ફિલ્મને વહેલી તકે રજૂ કરવાની યોજના છે. જો કે કોરોના વાયરસના કારણે ફિલ્મનુ શુટિંગ હાલમાં ટળી શકે છે. કારગીલ ગર્લ પર ફિલ્મ બની રહી છ. કેરિયરની પ્રથમ ફિલ્મ ધડક અપેક્ષા મુજબની સફળતા હાંસલ કરી શકી ન હતી. ધડક રજૂ કરવામાં આવ્યાના એક મહિના બાદ તેને કરણ જાહરની ફિલ્મ તખ્ત મળી ગઇ હતી. આ ફિલ્મમાં મોટા સ્ટાર કામ કરી રહ્યા છે. મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવવા માટે કરણ જાહર જાણીતા રહ્યા છે. રિપોટ્ર્સમાં કહેવામાં આવ્યુ છે કે આ ફિલ્મમાં જાન્હવી ઇન્ડિયન એરફોર્સની પહેલી મહિલા પાયલોટ ગુજન સક્સેનાની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મ કરણ જાહરના ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ તૈયાર કરવામાં આવનાર છે. પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે જાન્હવી લાગી ગઇ છે. તે જરૂરી ટ્રેનિંગ પણ લઇ ચુકી છે.