Western Times News

Gujarati News

રાજ્યભરના વાલીઓ સ્કૂલોની મનમાનીની સામે મેદાને ઉતર્યાં

વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો-ફી માટે દબાણ, પુસ્તક સહિતની સામગ્રી શાળામાંથી જ લેવા દબાણ કરતી શાળાઓ સામે વાલીઓનું આંદોલન
અમદાવાદ,  ફી માટે દબાણ કરતી, પુસ્તક સહિતની સામગ્રી શાળામાંથી જ લેવા દબાણ કરતી શાળાઓ સામે વાલીઓએ આંદોલન છેડયું છે. આ આંદોલન ઓનલાઈન છે. વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. આજથી ૨૦ જૂન સુધી વાલીઓ ઘરે રહી સોશિયલ મીડિયાના માધ્યમથી ખાનગી શાળાઓ જે વાલી પર દબાણ કરી રહી છે તેમનો વિરોધ કરશે. આ આંદોલન મામલે વાલીઓએ કહ્યું કે, શાળાઓ ધમકાવે છે કે ફી ભરો નહિ તો માર્કશીટ નહીંં આપીએ.

બાળકને ઓનલાઈન અભ્યાસ નહીં કરાવીએ. નવા સત્રના પુસ્તક નહીં આપીએ. કેટલીક શાળાઓની હિંમત એટલી વધી છે કે સ્પષ્ટ વાલીઓને કહે છે કે, જ્યાં કહેવું હોંય કહી દો, જે કરવું હોય કરો પણ ફી પુરી ભરવી જ પડશે. ત્યારે હવે વાલીઓ નિઃસહાય બન્યા છે. આખરે વાલીઓ મેદાનમાં આવ્યા છે અને કાળી પટ્ટીના સહારે વિરોધ દર્શાવી રહ્યાં છે. સ્કુલ સંચાલકો કે જે વર્ષે કરોડોની આવક કરે છે તો પોતાના કર્મચારીઓને પગાર ચુકવવા વાલી પાસે ફી શા માટે ઉઘરાવે છે ?

શું આપણે આપણા કર્મચારીઓને પગાર ચૂકવવા આપણા ગ્રાહક પાસે રૂપિયા માંગ્યા છે ખરાં..? ઓનલાઈન પ્લેટફોર્મ પર વાલીઓએ જણાવ્યું કે, જાગો વાલીમિત્રો જાગો. ક્યાં સુધી સંચાલકોની લુંટ મુંગા મોઢે સહન કરશો..? લોકડાઉનના સમયમાં શું તમારા રોજગાર ધંધાની આવક ચાલું હતી…?? જેમનો નાનો-મોટો ટ્રેડિંગનો ધંધો હતો એમને આવક ચાલું હતી…?? જેમનો નાનો-મોટો ફેબ્રિકશનનો ધંધો હતો એમની આવક ચાલું હતી…??

શું જે રોજ સવારે ઊઠીને મજૂરીએ જતાં શ્રમિકોની આવક ચાલું હતી…?? જા કોઈની પણ આવક ચાલુ ના હતી… ! તો પણ તેમણે પોતાની યથા શકતી મુજબ પોતાના કર્મચારીઓને પગાર ચૂકવ્યા છે કે નહીંં..?? જા આપણે નાનીમોટી નોકરી ધંધા વાળા આપણે ત્યાં કામ કરતાં કર્મચારીઓનાં પગાર કોઈ પણ આવક વગર ચૂકવીને માનવતાને માન આપી ન્યાય આપી શકતાં હોંય. તો આ સ્કુલ સંચાલકો કે જે વર્ષે કરોડો રૂપિયાની આવક કરે છે તો પોતાના કર્મચારીઓને પગાર ચુકવવા માટે આપણી પાસે ફી શાં માટે ઉંઘરાવે છે…?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.