કેબિનેટની બેઠકમાં નિર્ણય: હવે જમ્મુ-કાશ્મીરમાં હિંદી પણ સત્તાવાર ભાષા
નવી દિલ્હી, સરકારની કેબિનેટની આજે બેઠક મળી જેમાં ઘણાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કર્મયોગી યોજનાને સરકારે મંજુરી આપી દીધી છે. જમ્મુ કાશ્મીર માટે રાજભાષા બીલ લાવવાની પણ મંજુરી આપી દેવામાં આવી છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કેબિનેટે સંસદમાં જમ્મુ કાશ્મીર સત્તાવાર ભાષા વિધેયક-2020ને લવવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. જેમાં ઉર્દૂ, કશ્મરી, ડોંગરા, હિંદી અને અંગ્રેજી રાજ્યની સત્તાવાર ભાષા હશે, આ નિર્ણય સામાન્ય લોકોની માંગ પર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેબિનેટે મિશન કર્મયોગીને પણ મંજુરી આપી છે. સિવિલ સર્વિસિઝ માટે બનાવવામાં આવેલા આ રાષ્ટ્રીય કાર્યક્રમનો મોટો ઉદ્દેશ્ય છે. લોકસેવકોની ભરતી બાદ તેમાં રિફોર્મ લાવવાની મોટી યોજના છે.