મેઘાણીનગર : એરફોર્સ ઓફીસરની પત્નીનું એટીએમ કાર્ડ બદલી ૪૦ હજારની છેતરપીંડી
મદદ કરવાના બહાને ગઠીયાએ એટીએમ બદલી ગણતરીની મિનિટોમાં ગુનો આચર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એરફોર્સના ઓફીસરની પત્નીનું એટીએમ કાર્ડ બદલીને તેમાંથી રૂપિયા ૪૦ હજારથી વધુ ઉપાડી લેવાની ઘટના સામે આવી છે.
આ અંગેની વિગત એવી છે કે રીટાબેન રાય ગુજરાત હાઉસીંગ બોર્ડ, મેઘાણીનગર ખાતે રહે છે તેમના પતિ અરવિંદકુમાર ભારતીય એરફોર્સમાં ફરજ બજાવે છે. મંગળવારે સાંજે રીટાબેન એસબીઆઈની આર્મી કેન્ટોનમેન્ટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયા ત્યારે કોઈક રીતે રૂપિયા ન નીકળતાં તેમની પાછળ ઉભા રહેલા એક શખ્સે તેમની મદદ કરવાનું કહીને એટીએમ કાર્ડ લીધુ હતુ અને મશીનમાં નાખ્યા બાદ પીન નાખવાનું કહયું હતું
જાેકે તેમ છતાં રૂપિયા ન નીકળતાં આ શખ્સે તેમને બીજા પ્રયત્ન કરવાનું કહીને કાર્ડ પરત કર્યુ હતું રીટાબેન એટીએમથી થોડે દુર જ પહોચતા તેમના પતિએ ફોન કરી ૪૦ હજાર રૂપિયા ઉપડી ગયાનું જણાવતા તે ફરી એટીએમ પર ગયા હતા જાેકે ત્યાંથી ગઠીયો ગાયબ થઈ ગયો હતો. બાદમાં તેમણે પોતાનું એટીએમ તપાસતા ગઠીયાએ તે બદલીને અન્ય એટીએમ કાર્ડ આપી દીધાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે તેમણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.