Western Times News

Gujarati News

ટીવી જગતની અભિનેત્રી શ્વેતા તિવારી કોરોના પોઝીટીવ

મુંબઇ: ટીવી જગતની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળી રહ્યું છે આવામાં હવે ખુદ અભિનેત્રીએ તેને કોરોના પોઝીટીવ થયાના સમાચારની પુષ્ટી કરી છે. શ્વેતા તિવારીએ જણાવ્યું હતું કે તેની કોરોના ટેસ્ટ પોઝીટવ આવ્યો છે અને ૧ ઓકટોબર સુધી તે કવોરેન્ટાઇનમાં રહેશે

શ્વેતાએ કહ્યું હાં હું કોરોના પોઝીટીવ થઇ છું ૧૬ સપ્ટેમ્બરથી મને ખાંસી આવતી હતી મને લાગ્યું કે મારે કોઇ રિસ્ક ન લેવું જાેઇએ તેથી મેં ટેસ્ટ કરાવ્યો થેન્કફુલી મારી પાસે પુરતા રૂમ્સ છે અને હું હાલ મારી જાતને કવોરન્ટાઇન કરી લીધી છે પલક પણ સોશ્યલ ડિસ્ટન્સ માટે ખુબ જ પર્ટિકયુલર છે કોઇ શંકા નથી કે આ એક મુશ્કેલ સમય છે સેટ પર પણ શુટ કરવું ખુબ મુશ્કેલ છે એક સમય પર ટેન્શન બની જાય છે આપણે આ મહામારીમાંથી કયારે બહાર નિકળીશું

પુત્ર રેયાંશ વિષે વાત કરતા કહ્યું મેં તેને પપ્પા અભિવન સાથે મોકલ્યો છે આ સિવાય તે કહે છે કે હું ખુબ ગરમ પાણી પી રહી છું હું ઘણો અભ્યાસ કરૂ છું ૧૭ સપ્ટેમ્બરના રોજ મારો ટેસ્ટ થયો પણ હવે ઠીક છું મારે ઓછામાં ઓછું ૧ ઓકટોબર સુધીમાં પોતાને લોકોથી અલગ રાખવું પડશે મારો આગામી ટેસ્ટ ૨૭ સપ્ટેમ્બરના રોજ થશે પોતાના કામ વિષે તેણે કહ્યું કે તે પાપા કી દુલ્હનમાં કામ કરી રહી છે આશોમાં તે વરૂણ બડોલાની સામેના પાત્રમાં છે શોને શરૂઆતથી જ ચાહકોને ઘણો પ્રેમ મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.