Western Times News

Gujarati News

ટાટા પાવર ગુજરાતમાં 250 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલર પ્રોજેક્ટ વિકસાવશે

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે, એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલ)ને 25મી જુલાઈ, 2019નાં રોજ ગુજરાતનાં ધોલેરા સોલર પાર્કમાં 250 મેગાવોટની ક્ષમતા ધરાવતાં સોલર પ્રોજેક્ટને વિકસાવવા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) પાસેથી લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મળ્યો છે. અગાઉ મે, 2019માં જીયુવીએનએલએ રાઘાનેસડા સોલર પાર્કમાં 100 મેગાવોટની ક્ષમતા ધરાવતો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાં ઉપરોક્ત ક્ષમતા વધારો કરશે.

આ ઊર્જા વાણિજ્યિક કામગીરી શરૂ કરવાની તારીખથી 25 વર્ષનાં ગાળા માટે વીજ ખરીદી સમજૂતી (પીપીએ) અંતર્ગત જીયુવીએનએલને પૂરી પાડવામાં આવશે. કંપનીએ જાન્યુઆરી, 2019માં જીયુવીએનએલ દ્વારા જાહેર કરેલી બિડમાં આ ક્ષમતાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. પ્રોજેક્ટ પીપીએનાં અમલની તારીખથી 15 મહિનાની અંદર કાર્યરત થશે.

આ અંગે ટાટા પાવરનાં સીઇઓ અને એમડી શ્રી પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, અમને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે, અમે ગુજરાતમાં 250 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પ્રોજેક્ટ આપ્યો છે. અમને આ તક પ્રદાન કરવા બદલ અમે જીયુવીએનએલનો અધિકારીઓ અને ગુજરાત સરકારનાં આભારી છીએ. અમને સોલર પાવર જનરેશન દ્વારા સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા માટે આપણાં દેશની કટિબદ્ધતા પૂર્ણ કરવામાં પ્રદાન કરવાની ખુશી છે.

ટાટા પાવરનાં રિન્યૂએબલ્સનાં પ્રેસિડન્ટ શ્રી આશિષ ખન્નાએ કહ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ સાથે અમે રિન્યૂએબલ ઊર્જા તેમજ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, એન્જિનીયરિંગ અને અમલીકરણ ક્ષમતાઓ માટે અમારી મજબૂત કટિબદ્ધતા પ્રતિબદ્ધતા દર્શાવવાનું જાળવી રાખીશું. ટાટા પાવરની કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં સ્વચ્છ ઊર્જાનો હિસ્સો 35થી 40 ટકા કરવાનાં અમારાં પ્રયાસોમાં આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમને અમારી અપેક્ષા મુજબ અમારી ક્ષમતાઓ ઊભી કરવાનું ચાલું રાખી શકીશું અને ઊંચા માપદંડો સ્થાપિત કરીશું એવી આશા છે.

આ કોન્ટ્રાક્ટ મળવાની સાથે ટીપીઆરઇએલની અમલીકરણ હેઠળની ક્ષમતા 650 મેગાવોટ થશે, જે ટાટા પાવરની કુલ કાર્યકારી ક્ષમતા 2,476 મેગાવોટ ઉપરાંત છે. પ્લાન્ટ દર વર્ષે 635 એમયુ ઊર્જા પેદા કરશે અને વર્ષે અંદાજે 635 કિલોગ્રામ કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન કરશે એવી અપેક્ષા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.