Western Times News

Gujarati News

પ્રિયંકા-નિક જાેનાસ વચ્ચે ખટરાગ થયાની અફવા

મુંબઈ: ગ્લોબલ સ્ટાર કપલ નિક જાેનાસ અને પ્રિયંકા ચોપરાએ લગ્નના બે વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે બંનેએ તેમના શાહી લગ્નની કેટલીક અનસીન સુંદર તસવીરો શેર કરી હતી. લગ્નના બે વર્ષ પછી, પ્રિયંકા અને નિક વચ્ચે કંઈક એવું બન્યું જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જી હા! મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પ્રિયંકાએ નિકને અપશબ્દો કહી કારમાંથી ઉતારી દીધો છે. આ પહેલીવાર છે

જ્યારે નિક જાેનાસ અને પ્રિયંકા ચોપડા વચ્ચેના તનાવ અંગે સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે, પ્રિયંકા અને નિક તેમની એક્ટિવિટીને લઇને ઘણી વખત હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે બંને વચ્ચે ખૂબ તણાવ છે, જેના કારણે પ્રિયંકાએ નિકને અપશબ્દો કહી કારમાંથી કાઢી મૂક્યો હતો. જાે કે, આ આખો ઘટના રિયલમાં નહીં પરંતુ રીલ લાઇફના કારણે જાેવા મળી રહી છે.

ડેઇલી મેઇલ ડોટ કોમના અહેવાલો અનુસાર, બંને સ્ટાર્સ તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, જેમાં બંને એક કેબમાં બેઠા છે. આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતને લઇને તણાવ હોય છે, ત્યારબાદ પ્રિયંકા, નિકને અપશબ્દો બોલીને ગાડીમાંથી ઉતારી દે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.