કિસાનોને આંદોલન કરવા પૈસા અપાઇ રહ્યાં છે: ભાજપ સાંસદ
બેંગ્લુરૂ, કિસાન આંદોલનને લઇ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે તેમ છતાં ભાજપના સાંસદ કિસાન આંદોલનને લઇ વિવાદિત નિવેદન આપતા થાકી રહ્યાં નથી.
ભાજપના સાંસદ એસ મુનીસ્વામીએ કિસાન આંદોલન પર આરોપ લગાવ્યો છે કે દિલ્હીની સીમાઓ પર જે કિસાન આંદોલન કરવામાં આવી રહ્યું છે તેના માટે કિસાનોને પૈસા આપવામાં આવી રહ્યાં છે. કર્ણાટકના કોલારથી ભાજપ સાંસદ મુનીસ્વામીએ કિસાનેને લઇ આ વિવાદિત નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે આ વચેટીયા છે કે નકલી કિસાન.આ પિઝા બર્ગર અને કેએફસીનું ભોજન કરી રહ્યાં છે ત્યાં તેમણે જિમ બનાવ્યું છે આ બધા નાટક બંધ થવા જાેએ એ યાદ રહે કે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલ કૃષિ કાનુનોની વિરૂધ્ધ હજારોની સંખ્યામાં બેસી કિસાન દિલ્હીની અલગ અલગ સીમાઓ પર ધરણા પ્રદર્શન કરી રહ્યાં છે.
એ યાદ રહે કે એસ મુનીસ્વામી એવા પહેલા નેતા નથી જેમણે કિસાન આંદોલનને લઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય આ પહેલા રાજસ્થાનના કોટાથી ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે કહ્યું હતું કે કિસાન જાણી જાેઇ ચિકન બિરયાની ખાય છે જેથી દેશમાં બર્ડ ફલુ ફેલાવી શકાય.HS