Western Times News

Gujarati News

ગૂગલ મેપ્સમાં રસ્તો જાેઇને ડ્રાઇવ કરતા યુવકનું મોત

મુંબઈ, મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના અકોલે શહેરમાં આ ઘટના બની હતી. કાર લઈને ત્રણ યુવકો મહારાષ્ટ્રના સૌથી ઊંચાઈ પર આવેલા કળસુબાઈ તરફ જઈ રહ્યા હતા. મૃતક સતિષ ઘુલે ગુરુ શેખર નામના વ્યક્તિ માટે કામ કરતો હતો અને તે બોસ અને તેના મિત્ર સમીર રાજુર્કરને કલસુબાઈ લઈ જઈ રહ્યો હતો. શેખર પ્રાઈવેટ કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર હતો, જ્યારે રાજકુમાર એક બિઝનેસ મેન હતો. પોલીસના કહેવા મુજબ, આ ત્રણેય પુણેથી હતા. ઘુલેની લોકડાઉનમાં નોકરી જતી રહેતા તે શેખર માટે ડ્રાઈવરનું કામ કરતો હતો. અકોલે પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર અભય પરમારે જણાવ્યું કે, ‘કળસુબાઈ ટ્રેકિંગ તરફ ડ્રાઈવ કરતા સમયે તેઓ ભૂલા પડી ગયા હતા અને ગૂગલ મદદથી મદદ લઈ રહ્યા હતા. પરંતુ અકસ્માતે તેમની કાર પાણીમાં પડી ગઈ.’ રિપોર્ટ મુજબ, આ રસ્તા પર એક ડેમ છે જે ૮ મહિના પૂરતો જ ચાલુ રહે છે, જ્યારે ચોમાસાની સીઝન સમયે ૪ મહિના સુધી ડેમમાંથી પાણી છોડવામાં આવતા બ્રિજ તેમાં ડૂબી જાય છે, જેથી તેનો ઉપયોગ કરી શકાતો નથી.

પોલીસ વધુમાં ઉમેરે છે કે, સ્થાનિક લોકો આ વાત જાણતા હોવાથી આ રસ્તે જવાનું ટાળતા હતા. પરંતુ રવિવારે અંધારામાં ત્રણેય ગૂગલ મેપ્સની મદદથી ફોર્ચ્યુનર કારમાં આગળ વધી રહ્યા હતા. અને તેમને આ વાતની ખબર નહોતી અને અકસ્માતે પાણીમાં કાર ખાબકી. પોલીસે કહ્યું કે ત્રણેય જણા કારની વિન્ડો ખોલવામાં સફળ રહ્યા અને બહાર આવી ગયા. પરંતુ તેમનું વાહન અંદર ડૂબી ગયું હતું. ઘુલેને સ્વિમિંગ ન આવડતું હોવાથી તે ડૂબી ગયો હતો, જ્યારે શેખર અને રાજકુમાર તરીને કાંઠા સુધી આવી ગયા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો તેમની મદદે દોડી આવ્યા હતા, પરંતુ અંધારામાં તેઓ કંઈ જાેઈ શક્યા નહોતા. ઘુલેનો મૃતદેહ રવિવારે સવારે તરીને પાણીથી બહાર આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસે આ મામલે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.