ખાડીયામાં દુકાનના માલિકની નજર ચુકવી રોકડ રકમની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ : ચોરીની એક ઘટના ખાડીયા વિસ્તારમાં બની છે. શ્યામલ ચાર રસ્તા પાસે રહેતા હસમુખ કંસારા નામના વહેપારીની માંડવીની પોળમાં ઉન્નતિ સેલ્સ નામની વાસણોની દુકાન આવેલી છે. સાંજના સમયે તે અને તેમનો નોકર દુકાનમાં બેઠા હતા. ત્યારે એક્એટિવા પર બે શખ્સો આવ્યા હતા અને વાસણો જાવા માંગ્યા હતાં
આ દરમિયાનમાં તેમની પાસે ટીફિન નહી હોવાથી નોકરને તેમણે બાજુની દુકાનમાં ટીફિન લેવા મોકલ્યો હતો આ દરમિયાનમાં એક શખ્સે વહેપારી હસમુખ કંસારા પાસે અન્ય વાસણો જાવા માટે વાતચીતમાં વ્યસ્ત રાખ્યા હતા અને બીજા શખ્સે ટેબલના ખાનામાંથી રૂ.૧.૭૦ લાખ રોકડા તથા ચેક બુક ચોરી કરી લીધી હતી દરમિયાનમાં અચાનક જ બંને શખ્સો અેક્એટિવા લઈને જતા રહયા હતા.
જેના પરિણામે શંકા જતાં હસમુખભાઈએ ટેબલનું ખાનુ તપાસતા તેમાંથી રોકડા રૂ.૧.૭૦ લાખ અને અન્ય દસ્તાવેજા ચોરી થયા હોવાનું જણાયું હતું જેના પગલે હસમુખભાઈએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે આમ શહેરમાં એક જ દિવસમાં બનેલી ચોરીની ઘટનાઓથી પોલીસતંત્ર ચોંકી ઉઠયું છે.