Western Times News

Gujarati News

નેપાળ: પોતાની પાર્ટીમાંથી બહાર થયા પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી

કાઠમાંડુઃ નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ઓલીને નેપાળની સત્તામાં રહેલી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. તેમનું સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને કોમ્યુનિસ્ટ પાર્ટીના એક જૂથના નારાયણ કાજી શ્રેષ્ઠે આ વાતની પુષ્ટિ કરી છે.

નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી ની આ બેઠકમાં ઓલી જૂથના નેતાઓ સામેલ થયા નહીં. તેવામાં પ્રચંડ સમર્થકોના આ નિર્ણયને પીએમ ઓલી માનવાથી ઇનકાર કરી શકે છે. પાર્ટીમાં વિપક્ષી જૂથનું નેતૃત્વ કરી રહેલા પુષ્પ કમલ દહલ પ્રચંડ છેલ્લા ઘણા સમયથી ઓલી વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠા છે. તેવામાં પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રાજકીય અસ્થિરતાના સંકટ નજીક ઉભેલી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનું વિભાજન જરૂર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.