Western Times News

Gujarati News

શ્રી સોમનાથ મંદિર ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પ્રવીણભાઇ લહેરી દ્વારા કરવામાં આવેલ-સાંજે વિશેષ ત્રિરંગા પુષ્પો અને વિશેષ પાઘડીનો  શૃંગાર ભગવાન સોમનાથ કરવામાં આવશે, તેમજ રાત્રે મંદિરને ત્રિરંગા લાઇટીંગ થીમથી વિશેષ લાઇટીંગ કરવામાં આવી હતી. 

શ્રી સોમનાથ મંદિર ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ,  જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારી, એસ.આર.પી, જી.આર.ડી., પોલીસ જવાનો, ના.પોલીસ અધિક્ષકશ્રી સોમનાથ સુરક્ષા, ટ્રસ્ટના અધિકારીશ્રી વિગેરે જોડાયા હતા, ધ્વજવંદન ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ  સેક્રેટરી અને ટ્રસ્ટી-સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ લહેરીના હસ્તે કરવામાં આવેલ હતું.

ધ્વજવંદન બાદમાં ભારતમાતા અને  સરદાર સાહેબને પૂષ્પાંજલી કરવામાં આવેલ હતી. ગણતંત્ર પર્વે સંદેશ આપતા માન.ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ લહેરી એ જણાવેલ હતું કે “દેશના શહિદો તેમજ કોરોનામાં મૃત્ય પામેલ મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

લોકડાઉન માં મંદિર બંધ રહ્યું ત્યારે સૌ કર્મચારીઓ એ જે કામગીરી કરેલ તેને બીરદાવેલ હતી. સોમનાથના સુવર્ણયુગ પ્રારંભ થયો છે, સહીયારા પ્રયાસો અને યજમાનોના સહયોગથી સુવર્ણમંડીત કળશો નૃત્યમંડપ પર લગાવવામાં આવેલ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી જે 10 વર્ષથી સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહેલ છે,

અમારા સૌ ની લાગણી ને ગ્રાહ્યરાખી તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રીની જવાબદારી સ્વીકારી છે. સોમનાથ ના વિકાસને ઝડપભેર અને વેગવાન બને તેવા કાર્યે પ્રગતીમાં છે. પૂર્વ અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલને યાદ કરેલ, તેઓને આપવામાં આવેલ મરણોપરાંત પદ્મભુષણ એવોર્ડથી સન્માનીત કરવા  બદલ શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમીતભાઇ શાહ નો આભાર વ્યક્ત કર્યો હતા.”

સાંજે વિશેષ ત્રિરંગા પુષ્પો અને વિશેષ પાઘડીનો  શૃંગાર ભગવાન સોમનાથ કરવામાં આવી હતી, તેમજ રાત્રે મંદિરને ત્રિરંગા લાઇટીંગ થીમથી વિશેષ લાઇટીંગ કરવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.