Western Times News

Gujarati News

હવે દબંગ-૩માં સલમાનને જવાન દેખાડવા ટેકનોલોજી

મુંબઇ, સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મને લઇને હવે ચચા ચાલી રહી છે. દબંગ-૩ ફિલ્મ ૨૦મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ જારદાર રીતે ચાલી રહ્યુ છે. દબંગ-૩ ફિલ્મમાં સલમાન ખાનની સાથે અરબાજ ખાન અને સોનાક્ષ સિંક્ષાન ભૂમિકા રહેલી છે. આ વખતે દબંગ સિરિઝની ફિલ્મ પ્રભુ દેવા દ્વારા બનાવવામાં આવી રહી છે. ચુલબુલ પાન્ડેના લુકને યંગ લુક આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચુલબુલ પાન્ડે તેની વયમાં યોગ્ય લાગી શકે તે માટે જારદાર અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે.

સોનાક્ષી અને અરબાજ ખાન બંને પોતાની ભૂમિકામાં નવી સ્ટોરીલાઇન મુજબ નજરે પડનાર છે. અગાઉ દબંગ સિરિઝની તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી. જેના કારણે હવે આ ફિલ્મને લઇને પણ આશાવાદી છે. દબંગ ફિલ્મને સફળ બનાવવા માટે દરેક વખત તમામ પ્રકારના મસાલા ઉમેરવામાં આવે છે. જેમાં આઇટમ સોંગ અને એક્શનનો સમાવેશ થાય છે. સલમાનની આ ફિલ્મમાં ભૂમિકાને ચાહકો હમેંશા પસંદ કરતા રહ્યા છે.

ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવાના આરે પહોંચી રહ્યુછે. સલમાન ખાન હાલમાં તો પોતાની ભારત ફિલ્મને લઇને વ્યસ્ત હતો. જેમાં તેની સાથે કેટરીના કેફ અને દિશા પટની નજરે પડી હતી. સીજીઆઇ ટેકનિક એક અલગ પ્રકારની ટેકનિક છે. જેમાં કોમ્પ્યુટર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ હવે વધી રહ્યો છે. સલમાન ખાનની દબંગ સિરિઝને લઇને ચાહકો હમેંશા ઉત્સુક રહે છે. આ વખતે કેટલીક નવી બાબતો ફિલ્મમાં દર્શાવવામાં આવનારછે. જેથી ફિલ્મ ચાહકોને ગમી જાય તેવી છે. ફિલ્મમાં તમામ પ્રકારના મશાલા ઉમેરી દેવામાં આવી રહ્યા છે. સલમાનની ફિલ્મનો ઇન્તજાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.