Western Times News

Gujarati News

6 ફેબ્રુઆરીએ નહિ કરીએ દિલ્હીમાં ચક્કાજામ પરંતુ દબાણ આગળ નહિ નમીએ: રાકેશ ટિકૈત

નવી દિલ્હી, ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને મોટું નિવેદન કર્યું છે. રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે આંદોલન નબળું નથી પડ્યું અમારી લડત ચાલુ જ છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે તેઓ દિલ્હીને ઘેરવાનો કોઈ પ્લાન નથી. જોકે તેમણે કોઈપણ દબાણ આગળ નહિ ઝુકવાની વાત પણ કરી છે.

આંદોલન સમયે ભાવુક થઈને રાકેશ ટિકૈતે કહ્યું હતું કે પોલીસ બળજબરીપૂર્વક પ્રદર્શનસ્થળ ખાલી કરાવવા માંગે છે. પરંતુ પોલીસ પાછળ રહી અને તેમના ગુંડાઓ આગળ રહ્યા હતા. જો પોલીસ આવીને અમને ઉઠાવશે તો વાંધો નથી પણ ગુંડાઓ કેમ આગળ આવી રહ્યા છે.

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો અને પોલીસ જવાનોને વચ્ચે જે અથડામણ કરાવવામાં આવી તે ખોટું થયું. જો સરકાર ઈચ્છે છે કે દબાણમાં આવીને અમે આંદોલન ખતમ કરી દઈએ, તો એવું નહિ થાય. ચર્ચા દ્વારા જ આંદોલન પૂર્ણ થશે. અમે અમારા મુદ્દાઓ પર અડગ છીએ. દિલ્હીમાં ઘૂસવાની અમારી કોઈ યોજના હવે નથી.

6 ફેબ્રુઆરીના રોજ ચક્કાજામને લઈને રાકેશ ટિકૈતે નિવેદન આપતા જણાવ્યું છે કે દિલ્હી એનસીઆરમાં એવું કઈ નહિ કરવામાં આવે. ખેડૂતો પોતપોતાની જગ્યાએ જ રોડ બંધ કરશે અને વહીવટી તંત્રને આવેદન આપશે. દિલ્હીની સરહદી પર કરવામાં આવેલ બેરિકેડિંગ અને કિલ્લેબંધી પર રાકેશ ટિકૈતે કહ્યું કે તેઓ દિલ્હી જવાના જ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.