Western Times News

Gujarati News

ગૂગલે ગ્રાન્ડ ફિનાલે પહેલાં જ રૂબીના દિલાઈકને ‘બિગ બોસ 14’ની વિનર જાહેર કરી

મુંબઈ, ‘બિગ બોસ 14’ની ગ્રાન્ડ ફિનાલે 21 ફેબ્રુઆરીના રોજ છે. જોકે, ગ્રાન્ડ ફિનાલે પહેલાં ગૂગલે રૂબીના દિલાઈકને વિનર જાહેર કરી છે. આ વાત આશ્ચર્ય પમાડે તેવી છે, પરંતુ ગૂગલ પર ‘બિગ બોસ 14’ના વિનર સર્ચ કરવામાં આવે તો ગૂગલ પર રૂબીનાનું નામ જ જોવા મળે છે. બની શકે કે આ વાત સાચી પડી જાય, કારણ કે પહેલાં જ દિવસથી રૂબીનાને શોમાં ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે.

‘બિગ બોસ’ના ઘરમાં હાલમાં રૂબીના, અભિનવ શુક્લા, અલી ગોની રાહુલ વૈદ્ય, રાખી સાવંત, આર્શી ખાન, નિક્કી તંબોલી તથા દેવોલીના ભટ્ટાચાર્જી છે. આ તમામની વચ્ચે રૂબીના તથા અભિનવ પહેલાં દિવસથી ઘરમાં છે. એજાઝને સૌથી સ્ટ્રોંગ દાવેદાર માનવામાં આવતો હતો, જોકે, તેને કામ હોવાથી તે જાતે જ ઘરની બહાર નીકળી ગયો હતો. એજાઝ બાદ રૂબીનાનું નામ વિનર લિસ્ટમાં ટોચ પર છે.

રાખી સાવંત તથા રૂબીના-અભિનવના સંબંધોમાં કડવાશ છે. રાખી સતત અભિનવને હેરાન કરતી હોય છે. આ જ કારણથી રૂબીનાએ રાખી પર એન્ટરટેઈનમેન્ટના નામ પર હેરેસમેન્ટ કરવાનો આક્ષેપ મૂક્યો છે. આટલું જ નહીં રૂબીનાએ રાખી પર ડોલ ભરીને પાણી રેડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.