Western Times News

Gujarati News

અરવલ્લીના રણેચીમાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના પ્રથમ ફોટો મંદિરની સ્થાપના

બાયડ તાલુકાના રણેચી ગામે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના પ્રથમ ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી. ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા 1001 મંદિર સંકલ્પ 2030 વિઝન અંતર્ગત અરવલ્લી જીલ્લાના રણેચી ગામમાં પ્રથમ ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી.  આ પ્રસંગે ઉંઝા સંસ્થાન તથા હોદ્દેદારો માં ઉમિયાની પ્રતિક્રુતિ લઈ આવતાં રણેચી ગામ તથા બાયડ તાલુકા સમિતિ તથા સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રા સાથે સામૈયું કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.