Western Times News

Gujarati News

મોદીની બાઈડન સાથે ક્ષેત્રીય સંબંધો સહિત મુદ્દાઓ પર ચર્ચા

નવી દિલ્હી: નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડન સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાઓની વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત થઈ. વડાપ્રધાને ટ્‌વીટ કરીને જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બાઇડન સાથે વાત કરીને મેં તેમને અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ બનવા માટે શુભેચ્છાઓ પાઠવી. અમે બંને નેતાઓએ ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી અને અમારી પ્રાથમિકતાઓ વિશે વાત કરી.

જળવાયુ પરિવર્તનના મુદ્દા પર ભાગીદારી વધારવા માટે અમે સહમત થયા. પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બાઇડન અને હું નિયમો હેઠળ ચાલનારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લઈ પ્રતિબદ્ધ છીએ. બંને દેશ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને શાંતિ તથા સુરક્ષા ઉપરાંત વ્યૂહાત્મક ભાગીદારી વધારવાને લઈ આશાન્વિત છીએ. નોંધનીય છે કે, બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. બાઇડને સત્તામાં આવ્યા બાદ ચીનની વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે.

તેઓએ સાઉથ ચાઇના સીમાં અમેરિકાના જંગી જહાજ મોકલ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ પર નજર રાખવાની પણ વાત કહી હતી. થોડા દિવસ પહેલા જ જાે બાઇડને ચીનને સૌથી વધુ આક્રમક પ્રતિદ્વંદી કરાર કરતાં કહ્યું હતું કે તેમનું પ્રશાસન બીજિંગ દ્વારા રજૂ થનારા પડકારોનો સામનો સીધી રીતે કરશે. પરંતુ જ્યારે અમેરિકાના હિતોની વાત આવે છે તો તેઓ તેમની સાથે કામ કરવામાં સંકોચ નહીં રાખે. બાઇડને ચીનને પોતાની વિદેશ નીતિ માટે સૌથી મોટું પડકાર ગણ્યું છે.

બાઇડને એ વાત પર ભાર મૂક્યો કે વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધાનો જવાબ આપવા માટે સહયોગી દેશોની જરૂર છે. પીએમ મોદીએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ જાે બાઇડેન અને હું એક નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે. અમે ભારત-પ્રશાંત ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા માટે પોતાની રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા માટે તત્પર છીએ. જાે બાઇડેનએ ૨૦ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપત લીધા હતા.

ત્યારબાદ પીએમ મોદી અને જાે બાઇડેનની પ્રથમ વાતચીત છે. પીએમ મોદીએ બાઇડેનના શપથ બાદ ટ્‌વીટ કરી તેમને શુભેચ્છા આપી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારત અમેરિકા સંબંધોમાં નવી ઉંચાઈ પર લઈ જવા માટે રાષ્ટ્રપતિ જાે બાઇડેનની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. તેમણે કહ્યું હતું કે, અમે સંયુક્ત પડકારોનો સામનો કરવા માટે સાથે છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.