Western Times News

Gujarati News

જાહ્નવીનો હોરર લૂક જાેઈને રાજુકમારના હોંશ ઊડી ગયા

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અને એક્ટર રાજકુમાર રાવ, વરુણ શર્માની અપકમિંગ ફિલ્મ રુહી ૧૧ માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ ફિલ્મનો પહેલા લૂક જાહેર કરાયો હતો અને હવે ફિલ્મનું ટ્રેલર જાહેર કરવામાં આવ્યું છે, જે યુ-ટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યું છે. ટ્રેલરમાં જાહ્નવી કપૂરનો ‘હોરર લૂક’ છવાઈ ગયો છે.

એક્ટ્રેસના ફેન્ચ વચ્ચે પણ તેના આ લૂકની ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેને પસંદ કરાઈ રહ્યો છે. અત્યાર સુધી ફેન્સને ફિલ્મોમાં સરળ અને શાંત લૂકમાં દેખાતી જાહ્નવી પહેલીવાર અલગ પાત્ર ભજવી રહી છે. રૂહીનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી તેને ૬૦ હજારથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે.

જ્યારે ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું તેને ૧ કલાક જેટલો જ સમય થયો છે. ટ્રેલરમાં જાહ્નવી કપૂરના ‘હોરર’ લૂક ઉપરાંત રાજકુમાર રાવ અને વરુણ શર્માનો અંદાજ પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ટ્રેલરમાં જાહ્નવી કપૂરને એક ચૂડેલના રૂપમાં બતાવવામાં આવી છે, જેની નજર લગ્ન થઈ રહ્યા હોય તે ઘરો પર હોય છે. સ્ત્રી ફિલ્મની જેમ જ આ ફિલ્મની સ્ટોરીમાં પણ એક ચુડેલ છે

જે હંમેશા લગ્ન પ્રસંગવાળા ઘરોમાં દુલ્હન બનીને જાય છે અને વરરાજાને ઉઠાવીને લઈ જાય છે. જાહ્નવી કપૂરના રૂપમાં આ આત્માની મુલાકાત રાજકુમાર રાવ સાથે થાય છે. રાજકુમાર રાવના પાત્રને જાહ્નવી સાથે પ્રેમ થઈ જાય છે. આ બાદ તે જાહ્નવીને આ ચુડેલથી મુક્તિ અપાવવાનું નક્કી કરે છે.

આ વચ્ચે જાહ્નવીના પાત્ર અને ચુડેલ સાથે એવું શું થયું હતું કે તે વરરાજાને ઉઠાવીને લઈ જાય છે, તે તો હવે ફિલ્મ જાેયા બાદ જ માલુમ પડી શકશે. જાેકે ફિલ્મનું ટ્રેલર ‘સ્ત્રી’ ફિલ્મ સાથે મળતું છે, જેમાં રાજકુમાર રાવની સાથે શ્રદ્ધા કપૂરની જાેડી જાેવા મળી હતી. આ ફિલ્મે બેક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી. હવે જાહ્નવી કપૂર ભૂત બનીને લોકોને ડરાવવા માટે તૈયાર છે. હાલમાં જ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.