Western Times News

Gujarati News

બાબા હરદેવસિંહજીની ૬૭મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

સંત નિરંકારી મિશન દ્વારા દાહોદ જિલ્લાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં  ૬૭વી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ

(તસ્વીર ઃ મઝહરઅલી મકરાણી, દે.બારીઆ) દેવગઢ બારિયા, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ કમલ હાઈસ્કૂલમાં બાબા હરદેવસિંહજી મહારાજની ૬૭વી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં વૃક્ષારોપણ અને વૃક્ષને એડોપનો કાર્યક્રમ કરવામાં આવ્યુંં હતો.

જેમાં ભારત સરકારની કોરોના વિશેની તમામ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ કાર્યક્રમની શરૂઆત સંતરોડ બ્રાન્ચના ઇન્ચાર્જ મહાત્મા અજયજી નિરંકારી હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કમલ હાઈસ્કૂલના આચાર્યશ્રી તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.

સંત નિરંકારી મિશન અનેક વર્ષોથી સમાજ કલ્યાણના કર્યોમાં કાર્યશીલ છે. વર્તમાન સમયમાં મિશનની પોતાની સમાજ કલ્યાણની શાખા “સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન” દ્વારા સ્વાસ્થ્ય અને સશકિતકરણના અનેક કાર્ય કરી રહ્યા છે. વર્તમાન સમયના સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ, બાબા હરદેવ સિંહજીના સંદેશને આગળ વધાવતા આ જ પ્રેરણા આપી રહ્યા છે કે, જીવન તભી સાર્થક હે, જબ વહ દૂસરો કે કામ આયે.

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનની સ્થાપના સતગુરુ બાબા હરદેવસિંહ મહારાજે ૨૦૧૦માં કરી હતી. દર વર્ષે ૨૩ ફેબરુઆરીના દિવસે સતગુરુ બાબા હરદેવસિંહના જન્મ દિવસના સુઅવસર પર અનેક શેત્રો માં સામાજિક કાર્ય થાય છે. બાબાજી નો આ સંદેશ હતો કે, આગળના વર્ષોમાં પણ ફેબરુઆરીના માસ માં આ સેવાઓ રોકવીના જાેઈએ.

આ વર્ષે કોરોના કાળને ધ્યાનમાં રાખીને આ ર્નિણય કરવામાં આવ્યું કે, દરેક જાેન અને બ્રાન્ચમાં સંત પરિવાર પોતાના નિવાસ સ્થાને અથવા એવા કોઈ સ્થાને જ્યાં વૃક્ષ વાવિયે ત્યાં વૃક્ષ ને દત્તક લઈને તેની સારસંભાળ સારી રીતે રાખીને તેને ઉછેરવામાં આવે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.