Western Times News

Gujarati News

મોડાસા નગરપાલિકા માટે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ માથાનો દુખાવો બન્યો

(પ્રતિનિધિ)બાયડ, મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા ઘન કચરો ઠાલવવા બનાવેલ ડમ્પિંગ સાઈટ હાલ જીલ્લા કલેક્ટર કચેરી સામે અને કોર્ટ બિલ્ડિંગની બાજુમાં નગરપાલિકા ની જગ્યમાં વર્ષોથી કાર્યરત છે ડમ્પિંગ સાઈટમાં કોર્ટ કચેરી અને જીલ્લા સેવાસદન સામે હોવાથી નગરપાલિકાતંત્રએ કમ્પોસ્ટ પ્લાન્ટ રાણા સૈયદ દરગાહ તથા રહેણાંક વિસ્તારમાંથી ખસેડવા તજવીજ હાથધરાતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સહીત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ડમ્પિંગ સાઈટ મુસ્લિમ સમાજના રહેણાંક વિસ્તારમાં ખસેડવાનો નગરપાલિકાનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો.

મોડાસા નગરપાલિકામાં હાલ ભાજપ સત્તા ભોગવી રહ્યું છે નગરપાલિકાની સામાન્ય સભામાં હાલમાં કાર્યરત વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ પાલિકાની અન્ય નગરપાલિકા હસ્તકની જગ્યા સર્વે નં-૮૨ અને ૮૪ અંગે પ્રસ્તાવ મુકવામાં આવતા વિરોધ પક્ષે વિરોધ નોંધાવતા આ મુદ્દે વોટિંગ કરવામાં આવતા જેમાં સત્તાપક્ષ તરફે ૧૫ વોટ અને વિરોધપક્ષ તરફેણમાં ૧૬ વોટ થતા ઠરાવ મુલત્વી રાખવામાં આવ્યો હતો ડમ્પિંગ સાઈટ હાલ મોડાસા નગરપાલિકા માટે માથાનો દુખાવો બની રહ્યો છે. મોડાસા નગરપાલિકા નો તમામ કૂડો કચરો હાલમાં શહેરથી પાંચ કિલોમીટર દૂર હાઈવેની બાજુમાં ઠલવાય છે.જે કમ્પોસ્ટ પ્લાન્ટ શહેરથી દુર અને બિન રહેણાંક વિસ્તારમાં આવેલું છે

પણ આ વિસ્તારની આસપાસ સરકારી કચેરીઓ આવેલી હોવાથી નગરપાલિકા દ્વારા આ પ્લાન્ટ ને શિફ્‌ટ કરી સર્વે નંબર ૮૨ અને ૮૪માં ઉભુ કરવાનો પાલિકાની સામાન્ય સભામાં કામ નંબર ૧૪ માં પ્લાન્ટ ખસેડવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.સર્વે નંબર ૮૨ અને ૮૪ ની બાજુમાં રાણા સૈયદ દરગાહ , નવસે શહીદ કબ્રસ્તાન તેમજ આસપાસ છ સોસાયટી વિસ્તાર તેમજ રહેણાંક ઝોન આવેલ છે.જેથી કુડા કચરાના નિકાલ માટેનો કંપોસ્ટ પ્લાન્ટ શિફ્‌ટ કરતા આ વિસ્તારના લોકોના તેમજ બાળકોના સામે આરોગ્યનો ગંભીર ખતરો ઉભો થશે.

આખા મોડાસા નગરપાલિકાના વિસ્તારનો ગંધાતો કચરો રહેણાંક વિસ્તારમાં ઠાલવવામાં આવશે અને લોકોમાં આરોગ્ય સાથે ખતરો અને ગંભીર બીમારીઓ ફેલાશે તેની જવાબદારી કોણ લેશે તેવા પ્રશ્નો રહેણાંક વિસ્તારના રહીશો કરી રહ્યા છે. લોકોના આરોગ્ય સામેના ગંભીર ખતરાને તેમજ બીમારીઓને નજર સમક્ષ રાખી કુડા કચરાના પ્લાન્ટ ના વિરોધમાં , ધારા સભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, મુસ્લિમ સમાજના અગ્રણી ઇમ્તિયાઝ ચિસ્તી, ઇશાક ભાઈ મલેક,રશીદ ભાઈ, વશિમભાઈ,શરીફભાઈ,ઇમરાન ભાઈ અને સદાકત સોસાયટી ના રહીશો અરવલ્લી જિલ્લા કલેકટર એમ નાગરાજન ને વિરોધ દર્શાવી આવેદન પત્ર આપ્યું હતું. ત્યારે જિલ્લા કલેકટર લોકોના આરોગ્ય સામેના ગંભીર જોખમને નજર સમક્ષ રાખીને ઉચિત કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.