Western Times News

Gujarati News

મેઘરજની રાંજેડી પ્રા.શાળાના શિક્ષકની અન્યત્ર બદલી કરી દેવાતા વાલીઓએ શાળાને તાળાબંધી કરી

(તસ્વીરઃ- આશિષ વાળંદ, મેઘરજ)
(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાંજેડી માં પ્રા શાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવા છતા તંત્રએ શાળાના શિક્ષકની અન્યત્ર બદલી કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાતા શાળાને તાળાબંધી કરી દેવાઇ હતી. રાંજેડી પ્રા.શાળામાં ૧૨૫ કરતા વધારે વિદ્યાર્થીઓ છે જેમાં શાળામાં બે શિક્ષકો ફરજ બજાવતા હતા પરંતુ જેમાંથી એક શિક્ષકની અન્ય શાળામાં બદલી કરી દેવાતા શાળામાં એક જ શિક્ષક રહેતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર માઠી અસર થવાની દહેશત અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા વીદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થવાની સંભાવનાએ વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે મોકલ્યા ન હતા અને શાળા બહાર એકઠા થઈ શાળાના મુખ્ય દરવાજાને તાળુ મારી દીધુ હતુ અને શાળાના શિક્ષકની બદલી સ્થગિત રાખવા ગ્રામાજનોએ માંગ કરી હતી સમગ્ર ઘટનાની જાણ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી લીલાબેન સુવેરાને થતા તેઓ તાબડતોબ રાંજેડી પ્રા.શાળામાં પહોંચી રાંજેડી પ્રા.શાળામાં કામચલાઉ પ્રવાસી શિક્ષક મુકવાની બાંહેધરી આપતા મામલો થાળે પાડ્‌યો હતો અને શાળા રાબેતા મુજબ ચાલુ કરાવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.