Western Times News

Gujarati News

કોરોના મહારાષ્ટ્રમાં ફરીથી બેકાબુ, ૨૪ કલાકમાં ૮,૨૯૩ નવા કેસો

મુંબઇ: દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ હોય એવુ લાગી રહ્યું છે. દેશના મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. બેકાબુ થતાં ૨૪ કલાકમાં નવા કેસોની સંખ્યામાં તાબડતોડ વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૮થી વધુ નવા કેસો નોંધાતા રાજ્યમાં હડકંપ મચી ગયો છે.

રિપોર્ટ પ્રમાણે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૮,૨૯૩ નવા કેસો સામે આવ્યા છે. આ પછી અહીં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા વધીને ૨૧ લાખ ૫૫ હજાર ૭૦ થઇ ગઇ છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ એક્ટિવ કોરોનાના કેસોની સંખ્યા વધીને ૭૭,૦૦૮ થઇ ગઇ છે. આની સાથે જ ૬૨ નવા મોતના આંકડા નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ મોતનો આંકડો ૫૨ હજાર ૧૫૪ થઇ ગઇ છે.શનિવારે થોડોક ઘટાડો થયા બાદ મુંબઇમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. રવિવારે ૧,૦૫૧ નવા કેસો સામે આવ્યા. શનિવારે આવેલા કોરોનાના ૮૬૨૩ કેસોની સરખામણીમાં થોડોક ઘટાડો આવ્યો છે. હાલના તાજા આંકડા પ્રમાણે ૮૨૯૩ ના કેસો નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.