Western Times News

Gujarati News

દુકાનમાં ઘૂસીને ગઠિયો મોબાઇલ લઈને છૂમંતર

Files Photo

રાજકોટ: રાજકોટ શહેરમાં એક વેપારીની દુકાનમાંથી મોબાઇલની તફડંચીના ચોંકાવનારા સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં એક ફકીર જેવો દેખાતો ગઠિયો વેપારીની દુકાનની બહારથી કાઉન્ટર પર રાખેલો મોબાઇલ મૂકીને છૂમંતર થઈ ગયો હતો. આ શખ્સે મોબાઇલની ચોરી કરી તે સીસીટીવીમાં કેદ થઈ જતા ઘટના સામે આવી છે. આમ રાજકોટના વેપારીઓ માટે આ ચેતવણીરૂપ ઘટના છે.

બનાવની વિગતો એવી છે કે રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા થેલાની દુકાનમાં મોબાઇલ ચોરીની ઘટના ઘટી હતી. ફકીરના સ્વાંગમાં આવેલો ગઠિયો વેપારી પાસે રૂપિયા માંગી રહ્યો હતો. વેપારી ગ્રાહકોને સાચવવામાં વ્યસ્ત હતા. દરમિયાન આ શખ્સે વેપારીનું ધ્યાન નહોતું ત્યારે અચાનક જ મોબાઇલ ઉઠાવી અને ઝોલામાં મૂકી દીધો હતો. આમ આ ઘટના અનેક વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ઉપરોક્તનો વીડિયો રાજકોટના હાર્દ સમાન ધર્મેન્દ્ર રોડ વિસ્તારનો છે.

અહીંયા અનેક વેપારીઓની દુકાનો આવેલી છે. રાજકોટની જનતા પણ ધર્મેન્દ્ર રોડ પર પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરે છે ત્યારે ધર્મેન્દ્ર રોડ પર આવેલી થેલાની દુકાનમાં આ ચોરીની ઘટના ઘટી હતી. આ વીડિયો જાેઈને રાજકોટના વેપારીઓએ આવા શખ્સોથી સાવચેત રહેવું જ રહેશે. ગ્રાહકોને સાચવવામાં વેવારી વ્યસ્ત હતા ત્યારે તેમણે બહાર ઊભેલા શખ્સ પર ધ્યાન આપ્યું નહોતું.

જાેકે, ગ્રાહકોમાંથી પરવારેલા વેપારીએ જ્યારે પોતાનો મોબાઇલ શોધ્યો ત્યારે તેમને મળ્યો નહોતો. આખરે તેમણે દુકાનમાં રાખેલા સીસીટીવીના ફૂટેજ ચેક કરતા ફકીરની કરામત જાણવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.