Western Times News

Gujarati News

ગુજરાત સ્ક્રેપનાં ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ

રાજકોટ: રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલા ગંજીવાડા નાકા પાસે ગુજરાત સ્ક્રેપ નામના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ લાગી હોવાની ઘટનાની જાણ થતા રાજકોટ મનપાના ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. સ્ક્રેપના ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી છે તે હજી સુધી સામે નથી આવ્યું.

તો બીજી તરફ આગજનીના બનાવના કારણે લાખો રૂપિયાનો નુકસાન થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. પરંતુ સદનસીબે કોઇ જાનહાનીના સમાચાર આવ્યાં નથી. આ આગ એટલી ભયાનકહતી કે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. આસાપાસનાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જાેકે, મનપા ફાયર ફાઇટરના જવાનોની કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ૬ માર્ચના રોજ રાજકોટ અમદાવાદ હાઇવે પર ચાલુ કારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. એક તરફથી ઉનાળો શરૂ થતા કાળઝાળ ગરમી પણ શરૂ થઈ છે. તો બીજી તરફ કારમાં આગ લાગવાના બનાવો પણ શરૂ થયા છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે પર સફેદ કલરની કારમાં અચાનક આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો.

કારમાં બેસેલા લોકોનો આબાદ બચાવ થવા પામ્યો છે. આગના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આગના લીધે હાઈવે ઉપર ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસ જવાનોએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જાેકે આગજનીના બનાવ ના કારણે કાર બળીને ખાખ થવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ મહિનામાં વિધાનસભા ક્ષેત્ર ૬૮ તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની મોંઘી લાખેણી કારમાં પણ આગજનીનો બનાવ સામે આવ્યો હતો. હલેન્ડા ગામ પાસે આગજની નો બનાવ બનવા પામ્યો હતો. જાે કે સદનસીબે કોઇ જાનહાની નહોતી થઇ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.