Western Times News

Gujarati News

૧૧૦૦ કરોડના ખર્ચે તૈયાર વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ૯૦ ટકા કામ પૂર્ણ

File

આ સ્ટેડિયમમાં ર૦ર૦માં આઈપીએલની મેચોની મજા માણી શકાશે

અમદાવાદ, આશરે રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે બની રહેલા મોટેરા સ્ટેડીયમનું ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને ટુંક સમયમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવે તે પ્રકારે આયોજન ચાલી રહયું છે. થોડા દિવસોમાં અમદાવાદીઓને વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડીયમની ભેટ મળશે.

આશરે ૬૩ એકરમાંફેલાયેલું આ સ્ટેડીયમ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમ કરતાં પણ વધારેમોટું હશે.મોટેરા સ્ટેડીયમમાં૧.૧૦ લાખ દર્શકોની બેઠક ક્ષમતા છે. અંદાજે રૂ.૧૧૦૦કરોડના ખર્ચે નિર્માણધીન આ સ્ટેડીયમ ર૦ર૦માં રમાનારી આઈપીએલમાં જે ટીમ ઈચ્છશે. તેને સ્ટેડીયમ હોમ ગ્રાઉન્ડ તરીકે અપાશે. સ્ટેડીયમમાં પપ રૂમ સાથેનુંકલબ હાઉસ, ઓલીમ્પકીસ સાઈઝનો સ્વિમીગ પુલ જીમનેશીયન સહીતની અનેક સુવિધા પણ સમાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેથી ત્રણ મહિનામાં આ સ્ટેડીયમનું ઉદ્‌ઘાટન અધુરં કામ પૂર્ણ કરવા માટે એન્જીનીયર્સ દિવસ-રાત કામ કરી રહયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેડીયમનું ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ચુકયું છે. સ્ટેડીયમમાં હવે ખુરશી લગાવવાની છે અને મેદાન તથા પીચનું કામ પણ ચાલી રહયું છે. જે થોડા સમયમાં પૂર્ણ થઈ જશે.

દરમ્યાન જીસીએના વાઈસ પ્રેસીડેન્ટ પરીમલ નથવાણીએ જણાવ્યું હતું કે, અમે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ બનાવી રહયા છીએ આવતા વર્ષે આઈપીએલની ટીમ આ સ્ટેડીયમને હોમ ગ્રાઉન્ડતરીકે સ્વીકારે એવા પ્રયાસો છે. અમે એવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી રહયા છીએ જે વિશ્વને આકર્ષીત કરશે. નવા સ્ટેડીયમમાં મુખ્ય દરવાજાની સાથે અન્ય ત્રણનવા ગેટ બનશે.

ઉપરાંત ૬૦ થી વધુ કોર્પોરેટર બોકસ તેમજ વીઆઈપી લોન્જ અને કલબ હાઉસ બનશે. સ્ટેડીયમને સંલગ્ન કલબ હાઉસમાં પપથી વધુ રૂમ હશે અને ઓલીમ્પીક સ્તરનો સ્વિમીગ પુલ બનાવાશે. સ્ટેડીયમમાં ત્રણ પ્રેકટીસ ગ્રાઉન્ડ અને યંગ ક્રિકેટરોને કોચીગ આપવા માટે ઈન-ડોર ક્રિકેટ એકેઠડેમી પણ બનાવવામાં આવશે. સ્ટેડીયમમાં મેચ કોઈ પણ ખુણેથી જાતાં પીલર નડે નહી તે મુજબની ડિઝાઈન કરાશે. ટુંકમાં, મોટેરો સ્ટેડીયમ એવું બનાવવામાં આવી રહયું છેકે, જે વિશ્વ આખાનું ધ્યાન ખેચશે અને બહુ આર્કષક અને લોકપ્રિય બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.